Main Menu

નાસતો ફરતો આરોપી પકડી પાડતી બોટાદ ટાઉન પોલીસ ટીમ

મૂળ ભાલ પ્રદેશના અને વરસો થી બોટાદમાં સ્થાયી થયેલા બાળપણથી જ પિતાના વારસામાં પ્રાથમિક શિક્ષણ સેવામાં જોડાય કંઇક નવા આયામ પ્રાપ્ત કરવાનો વારસો મેળવી પોતે બોટાદ થી ભાવનગર તરફ જતા રોડ થી અંદર આવેલ ઢીંકવાલી ગામમાં પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે સેવારત થયા. કઠિન કામને મીઠા શબ્દોથી આવકારી શાળાના તમામ સ્ટાફ અને ગ્રામજનોના સહયોગ થકી આજે બોટાદ જિલ્લામાં ખાનગી શાળા કરતા પણ વિશેષ સુવિધા અને ઉત્તમ શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. દિગ્વિજયસિંહ ડાભી દ્વારા કરવામાં આવેલ શિક્ષણ ક્ષેત્રના અનેક ઇનોવેશન થકી તેવો ને જિલ્લા ડાયટ ફેર, સ્ટેટ લેવલ ઈનોવેશન ફેરમાં પ્રોજેક્ટ એવોર્ડ તેમજ પોરબંદર પૂ. ભાઈશ્રી દ્વારા સાંદિપની ગુરુવંદના એવોર્ડ મળ્યો છે. આજરોજ તેઓને તલગાજરડા ખાતે પૂ. મોરારિબાપુના વરદ હસ્તે ઉત્તમ શિક્ષક તરીકેની કામગીરીને ચિત્રકૂટ એવોર્ડ આપી સનમાનીત કરવામાં આવેલ છે. આ તકે બોટાદ જિલ્લાનું ગૌરવ વધારવા બદલે બોટાદ શિક્ષણ પરિવાર દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવવા માં આવેલ.અત્રે એ ઉલલેખનીય છે કે દિગ્વિજયસિંહ ડાભીના પિતા પ્રભાતસિંહ ડાભી બોટાદ તાલુકામાં આગાઉ બી.આર.સી. કો.ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવી હાલ નિવૃત્ત જીવન તથા દિગ્વિજયસિંહના અર્ધાગની પણ તેઓ સાથે ઢિકવાળી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે તેઓના કાર્યમાં મદદરૂપ બની રહ્યા છે.






error: Content is protected !!