Main Menu

કુંભારીયા ગામની વાડીમાંથી ઈંગ્લીશ દારૂનો ૭ર,૦૦૦નો મુદ્દામાલ ઝડપી લેતી બગદાણા પોલીસ

મહાનિરીક્ષક  અશોકકુમાર યાદવતથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠૌર દ્વારા ભાવનગર જીલ્લામાં પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવાં અંગેની સુચના આપેલ જે સુચના અંતર્ગત તેમજ મહુવા ડિવિઝનના ના.પો.અધિ સાહેબનાં માર્ગદર્શન હેઠળ બગદાણા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ .સી.એચ.મકવાણા ની સુચના અન્વયે બગદાણા પોલીસ સ્ટેશનના હેડ.કોન્સ.જયસુખભાઇ ઓધડભાઇ તથા પોલીસ કોન્સ.મહેન્દ્રસિહ રૂપસિંહ સરવૈયા તથા પોલીસ કોન્સ.યુવરાજસિહ વિક્રમસિંહ તથા પોલીસ કોન્સ.ભાવિકકુમાર જગદીશભાઇ તથા પોલીસ કોન્સ.જગદીશભાઇ હમીરભાઇ તથા ડ્રા.પોલીસ કોન્સ.વનરાજસિહ હઠીસિંહ તથા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બગદાણા- ગુંદરણા રોડ બોરલા જવાનાં રસ્તે પહોંચતાં ખાનગી રાહે હકીકત મળેલ કે કુંભારીયા ગામનો જીવણભાઇ ઓધાભાઇ ચૈડા પોતાની સમઢીયાળા ડેમ નજીક આવેલ વાડીમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો પોતાની વાડીમાં દાટી રાખેલ છે એવી ચોક્કસ બાતમી મળેલ જેથી રાહદારી બે પંચો ને બોલાવી ઉપરોક્ત માહીતીની સમજણ આપી પંચો રૂબરૂ પ્રોહી અંગે રેઇડ કરતાં મજકુર ઇસમ જીવણભાઇ ઓધાભાઇ ચૈડા રહે કુંભારીયા વાળાની વાડીમાં હાજર મળી આવેલ નહીં તેમજ વાડીમાં તપાસ કરતાં એક કેળનાં ઝાડની બાજુમાં એક નાના પતરાનુ ઢાંકણું જોવામાં આવેલ જે ઢાંકણું ખોલીને જોતાં નીચે એક ચોરસ ખાનું જમીનમાં બનાવેલ એમાં ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂનો જથ્થો જુદી-જુદી બ્રાન્ડનો જોવામાં આવેલ તે તમામ બોટલો ને બહાર કાઢતાં સીલબંધ કુલ બોટલ નંગ ૨૪૦/- મળી આવેલ જે નીચે મુજબ છે તેમાં (૧) પાર્ટી સ્પેશયલ ડિલકસ વીસ્કી ભારતીય બનાવટની ઇંગ્લીશ બોટલ નંગ ૫૭/- જેની કિંમત રૂપિયા ૧૭,૧૦૦/- તથા (૨) મેકડોલ્સ નં.૧. ની બોટલ નંગ ૧૮૩/- જેની કિંમત રૂપિયા ૫૪,૯૦૦/- કુલ ટોટલ કિંમત રૂપિયા ૭૨,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી હાજર મળી નહીં આવેલ ઇસમ જીવણભાઇ ઓધાભાઇ ચૈડા વિરૂધ્ધ પ્રોહી એકટ કલમ ૬૫,એ,ઇ,૧૧૬(૨) મુજબનો ગુનો રજીસ્ટર કરી મજકુર ઇસમને ઝડપી પાડવા શક્રો ગતીમાન કરવામાં આવેલ છે.






error: Content is protected !!