Main Menu

ફરહાન અખ્તરે આગામી ફિલ્મ માટે ડાયના પેન્ટીનને સાઈન કરી

મુંબઈ,તા.૧૬
લખનઉની સેન્ટ્રલ જેલમાં રહેલા કેદીઓ દ્વારા બેન્ડની સ્થાપના કરવામાં આવે છે એવી કથા ધરાવતી ફિલ્મ લખનઉ સેન્ટ્ર્‌લમાં કૃતિ સનોનના સ્થાને અભિનેત્રી ડાયના પેન્ટીને લેવામાં આવી હોવાનું જાણવા મલ્યું હતું. નિર્માતા નિખિલ અડવાણીની આ ફિલ્મમાં ગાયક અભિનેતા ફરહાન અખ્તર કેદીના રોલમાં છે. અગાઉ કૃતિ સનોન આ ફિલ્મની હીરોઇન નક્કી થઇ હતી. પરંતુ એની અન્ય ફિલ્મની તારીખો સાથે ક્લેશ થતાં એણે ફિલ્મ છોડી દેવી પડી હતી. ત્યારબાદ એવી વાતો વહેતી થઇ હતી કે મિર્ઝ્યાની હીરોઇન સંયમી ખેર આ ફિલ્મ કરી રહી છે. પરંતુ તાજેતરમાં ડાયના પેન્ટીએ એક નિવેદન પ્રગટ કરીને જણાવ્યું હતું કે મને લખનઉ સેન્ટ્રલ માટે સાઇન કરવામાં આવી છે. નિખિલ અડવાણી સાથેની મારી મિટિંગના બીજા દિવસે હું ફિલ્મના ડાયરેક્ટર રણજિત તિવારીને મળી હતી અને મેં સ્ક્રીપ્ટ સાંભળ્યા પછી હા પાડી હતી.
આ ફિલ્મમાં હેપ્પી ભાગ જાયેગીની આ અભિનેત્રી એક એનજીઓના સોશ્યલ વર્કરનો રોલ કરશે.