Main Menu

મારાં લગ્નજીવનમાં તિરાડ પડી નથી ઃ નવાઝુદ્દીન સિદ્દિકીનો ખુલાસો

મુંબઈ,તા.૧૬
ટોચના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ કÌšં હતું કે મારાં લગ્નજીવનમાં તિરાડ પડી હોવાના મિડિયા અહેવાલો કાલ્પનિક છે. એ અહેવાલોમાં સત્યનો અંશ નથી.
‘હું અખબારો વાંચતો નથી અને આવા અહેવાલોને રદિયો આપતો નથી એટલે ગમે તેવાં ગપ્પાં મારા વિશે છપાતાં રહે છે. િમડિયા કંઇક લખે, હું રદિયો આપું પછી એના વિશે ફરી કંઇક પ્રગટ થાય એ બધી લમણાંફોડમાં હું પડતો નથી અને મને એમાં રસ પણ નથી’ એમ નવાઝે કÌšં હતું. તમારાં લગ્નજીવનમાં તિરાડ પડી હોવાની વાત સાચી છે ? એવો સવાલ પૂછાયો ત્યારે એ અને એની પત્ની એકબીજાની સામે જાઇને ખડખડાટ હસી પડયાં હતાં. ખરેખર તો આ હાસ્યજ સવાલનો જવાબ હતો. પછી એણે ઉમેર્યું હતું કે હું નાનકડા ગામડામાંથી આવું છું અને મુંબઇ તો મહાનગર છે એટલે મારા વિશે ગમે તેવું ગપ્પું મારતાં મિડિયાવાળા અચકાતા નથી. મારી પત્ની પોતે રડે એવી નથી, એ તો મને રોવડાવે એવી દ્રઢ મનોબળ ધરાવતી સ્ત્રી છે. હું મારી પત્ની અને બંને બાળકો સુખી છીએ અને સાથે રહીએ છીએ. એટલે આ રિપોર્ટ સાવ ખોટી છે એ તમે સમજી શકો છો.