Main Menu

એક સાથે ત્રણ ફિલ્મો કરી અક્ષય કુમાર રેકોર્ડ તોડશે!

મુંબઈ,તા.૧૬
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મો બેક ટૂ બેક પ્રશંસકો સામે આવી રહી છે અને અક્કીની ઘણી ફિલ્મોનાં પોસ્ટર પણ ફેન્સની આંકો સમક્ષ હોય છે. પરંતુ તેની અપકમિંગ ફિલ્મોની લિસ્ટ પર નજર કરીએ તો તેની ૭ ફિલ્મો લાઇનમાં છે, જેમાની ત્રણ ફિલ્મો બાયોપિક છે.
આટલા ઓછા સમયમાં સૌથી વધારે બાયોપિક કરવાનો રેકોર્ડ કદાચ અક્ષય કુમારનાં હાથમા છે. દિગ્દર્શક આર બાલ્કીની ફિલ્મ ‘પૈડમેન’, રીમા કાગતીની ‘ગોલ્ડ’ અને ગુલશન કુમારની બાયોપિક ફિલ્મ ‘મુગલ’.ત્યાં જ અક્ષય કુમારની સાથેનાં એક્ટરની વાત કરીએ તો જ્યાં સલમાન ખાને અત્યાર સુધીમાં એકપણ બાયોપિક આભાર – નિહારીકા રવિયા ફિલ્મમાં હાથ નથી અજમાવ્યો. ત્યાં જ શાહરૂખની રઇસને પણ સંપૂર્ણરીતે બાયોપિક ફિલ્મ કહી શકાય નહી. જા કે આમિર ખાને દંગલમાં પહેલવાન મહાવીર ફોગાટની ભૂમિકા ભજવ્યા બાદ હવે રાકેશ શર્માની બાયોપિક ફિલ્મ પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે.
‘પૈડમેન’ ફિલ્મ રિયલ લાઇફમાં મુરૂગનાથમથી પ્રેરિત છે, જેમને તમામ પ્રકારનાં વિરોધનો સામનો કરતા સૌથી સસ્તા સેનેટરી પૈડ બનાવવાનું કામ કર્યુ હતું. ફિલ્મ ‘ગોલ્ડ’માં અક્કી હોકી કોચ બલવીર સિંહની ભૂમિકામાં નજર આવશે. તમને જણાવી દઇએ કે બલવીર સિંહ ત્રણવાર ઓલંપિક મેડલ જીતનાર હોકી ટીમનાં કેપ્ટન હતાં. હાલમાં જ ફિલ્મ ‘મુગલ’નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યુ હતું આ ફિલ્મમાં અક્ષય ગુલશન કુમારની ભૂમિકામાં જાવા મળશે.