Main Menu

હું બેસી નહી રહું અને કોઇને બેસી રહેવા પણ નહી દઉં ઃ નરેન્દ્ર મોદી

ન્યુ દિલ્હી,તા.૧૬
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં મોટી જીત બાદ ગુરૂવારના રોજ દિલ્હીમાં ભાજપાની સંસદીય દળની બેઠક મળી હતી તેમાં પીએમ નરેન્દ્ર મોદીએ ભાજપા સાંસદોને ચેતવણીની સાથે જ વિનમ્રતાનો પાઠ પણ ભણાવ્યો. પીએમ એ પાર્ટીના અગ્રણી નેતાઓ પર પણ ચુટકી લીધી. તેમણે કÌšં, ‘આખાબોલા નેતાઓનો પણ આભાર, જે ચુપ રહ્યા’ મોદીએ ભાજપા સાંસદોને કÌšં કે તેઓ પાર્ટીની જીતથી અતિઉત્સાહમાં ન આવે અને વિનમ્ર રહે. તેણણે સાથો સાથ એમ પણ કÌšં કે હું બેસીશ પણ નહીં અને કોઇને બેસવા દઇશ પણ નહીં. ભાજપા સાંસદોને મોદીનો આ કડક સંદેશ માનવામાં આવી રહ્યો છે.
આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને પાંચ રાજ્યોમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીઓમાં પાર્ટીનું શાનદાર પ્રદર્શન માટે સમ્માનિત કરાયા. પાર્ટીના સૂત્રોના મતે બેઠકમાં મોદીએ ભાજપા સાંસદોને સંબોધિત કરતાં એક વાર ફરીથી ફળદાર વૃક્ષની જેમ વિનમ્ર રહેવાનું બોધપાઠ આપ્યો.
મોદીએ તેની સાથે જ સરકારના કામોને પ્રજાની વચ્ચે લઇ જવાનો નિર્દેશ આપ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપા સભ્યોને મોબાઈલ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સરકારી કામોને પ્રચારિત કરવાની યુવાનો સુધી પહોંચવાનું કÌšં.સંસદીય દળની બેઠક અંગે માહિતી આપતા કÌšં ભાજપાના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અનંત કુમારે કÌšં કે બેઠકમાં સર્વસહમતિથી એક પ્રસ્તાવ રજૂ કરીને વિધાનસભા ચૂંટણીની જીત માટે તમામ પ્રદેશવાસીઓ અને કાર્યકર્તાઓનો આભાર માન્યો.
સૂત્રોનું કહેવું છે કે સંસનદા બજેટ સત્રના પૂર્ણ થયા બાદ ૧૨ એપ્રિલે વડાપ્રધાન મોદીના પ્રધાન મંડળમાં મોટો ફેરબદલ થવાની શક્્યતા છે. સંરક્ષણ પ્રધાન પદેથી રાજીનામું આપીને મનોહર પર્રિકર ગોવાના મુખ્યપ્રધાન બન્યા છે. આ સિવાય પણ કેટલાક મહત્વપૂર્ણ ખાતાઓમાં ફેરબદલની અટકળો છે. મીટિંગ પછી અમિત શાહને પૂછવામાં આવ્યું કે મંત્રીઓમાં કોણ-કોણ હોઇ શકે છે, તેના જવાબમાં હસતાં-હસતાં અમિત શાહે જવાબ આપ્યો કે એ તો હવે કેશવભાઇ નક્કી કરશે. અમિત શાહે આમ મોઘમ રીતે યુપીના સીએમ અંગે ઇશારો કરી દીધો હતો. આ મીટિંગમાં યુપી અને ઉત્તરાખંડમાં સીએમના નામ નક્કી કરવામાં આવ્યા હોઇ શકે છે. બીજી બાજુ યુપીમાં પણ ધારાસભ્યોની બેઠક થઇ શકે છે. યુપીમાં રાજનાથ સિંહ અને ઉત્તરાખંડમાં પ્રકાશ પંતનું નામ સીએમના પદ માટે ચર્ચામાં છે. જાકે, બુધવારે રાજનાથે આ અટકળોને રદિયો આપ્યો હતો.