Main Menu

અમદાવાદમાં સ્પાની આડમાં સેક્સલીલા ઃ ૪ યુવતીઓને છોડાવાઈ

અમદાવાદ,તા.૧૬
શહેરના પોશ વિસ્તારમાં હોÂસ્પટલની બાજુમાં ચાલતા સ્પા સેન્ટરની આડમાં દેહવિક્રયનો કાળો કારોબાર ચાલતો હતો. અમદાવાદ મહિલા પોલીસની ટીમે બાતમીના આધારે રેડ કરીને ગુજરાતની બે
આભાર – નિહારીકા રવિયા અને નાગાલેન્ડ બે યુવતીઓને છોડાવી હતી. આ યુવતીઓ મજબુરીના કારણે દલાલના ચુંગલમાં ફસાઇ હતી. હાલ મહિલા પોલીસે આ યુવતીઓને ફરીથી સામાન્ય જીવન જીવવા અને પગભર થવા માટે મદદ કરવાની તૈયારી બતાવી છે. બીજી તરફ સ્પાનો સંચાલક પોતે શેરજારમાં ખૂબ રૂપિયા હારી ગયો હોવાથી સ્પા સેન્ટર ચાલુ કર્યું હોવાની કેફીયત કરી રહ્યો છે. હાલ આ રેકેટમાં બીજી કેટલી છોકરીઓ ફસાઇ છે તે વિશેની વિગતો મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.
પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પલેક્ષના ચોથા માળે ચાલતા સ્પા એન્ડ મસાજ સેન્ટરની આડમાં દેહવિક્રયનો કારોબાર ચાલતો હોવાની બાતમી અમદાવાદ મહિલા ક્રાઇમબ્રાંચના અધિકારીઓને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે એક ડમી ગ્રાહકને મોકલતા પહેલા સ્પા વિશેની વાત કરીને બાદમાં દેહવિક્રયની સોદાબાજી થતી હોવાની વિગતો સામે આવી હતી. જેથી મહિલા ક્રાઇમબ્રાંચે રેડ કરીને સ્પના સંચાલક પીનલ વોરાની ધરપકડ કરી લીધી હતી. જ્યારે સ્પામાં ચાર યુવતીઓ હતી જેમાં બે મદાવાદની અને બે યુવતીઓ નાગાલેન્ડની હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે પીનલ વોરાની ધરપકડ કરી લીધી હતી. જ્યારે ચારેય યુવતીઓની પૂછપરછ કરી છે. પીનલ વોરાએ પોલીસને જણાવ્યું હતું કે, આ સ્પા સેન્ટર છેલ્લા એક વર્ષથી ચાલે છે. તેને શેરબજારમાં ખૂબ દેવું થઇ જતાં તેણે આ પ્રકારે સ્પા ચાલુ કર્યું હતું. બીજી તરફ અમદાવાદની બે યુવતીઓએ પોલીસને જણાવ્યું કે, એક યુવતીને તેના પતિએ તરછોડી દીધી છે, જ્યારે બીજી યુવતીને તેની ઘરડી મા અને દીકરાને ઉછેરવાની જવાબદારી હોવાથી આ રેકેટમાં આવી હતી.