Main Menu

ગુજરાતમાં મેના અંતમાં ચૂંટણી!?, સરકાર, ભાજપ-કોંગ્રેસ એક્શન મોડમાં..!!

ગાંધીનગર,તા.૧૭
ઉત્તર પ્રદેશ અને ઉત્તરા ખંડમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ ગુજરાતમાં પણ વિધાનસભાની વહેલી ચૂંટણી યોજવાની અટકળો ચાલી રહી છે ત્યારે જ કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતમાં ચૂંટણી અંગે પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ ચૂંટણી પંચના એક ટોચના અધિકારીએ ગાંધીનગર દોડી આવીને રાજ્યના અડધો ડઝન જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે મહ¥વની મીટિંગ યોજી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજવા કેન્દ્રીય ચૂંટણી પંચને ઓછામાં ઓછા ૯૦ દિવસ તો જાઈએ જ તેવી સ્પષ્ટ વાત કરી હતી. તે જાતાં ચાલુ વિધાનસભાના સત્ર ૩૧મી માર્ચે પુરૂં થતાં જ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ચાલુ વિધાનસભાનું વિસર્જન અને નવી ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તેવી શક્યતા જાવાઇ રહી છે. દરમિયાન ચૂંટણીની પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દેવાની રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ ‘મોદી લહેર’ ફરી વળી હતી. દેશભરમાં હાલ ભાજપ તરફી મોજું છે ત્યારે આ તકનો લાભ લઈને વડા પ્રધાન હોમસ્ટેટ એવા ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણી યોજાશે એવી અટકળો ચાલી રહી છે. વર્ષ ૨૦૧૨ના ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કે યોજાઈ હતી. વર્ષ ૨૦૧૭ ડિસેમ્બરમાં પાંચ વર્ષ પૂર્ણ થતા હોઈ આ વર્ષના અંતમાં ચૂંટણી યોજવી પડે તેમ છે. પણ રાજ્યમાં હાલ પાટીદાર અનામત આંદોલન, ઠાકોરસેના અને દલિતોના આંદોલન તેમ જ વિવિધ વર્ગોમાં સરકાર સામે ઊભી થયેલી નારાજગી વધતી જાય છે. બીજી બાજુ કાંગ્રેસની હાલત સુસુપ્ત અવસ્થામાં છે એટલે આ તકનો લાભ લઈને ૬ મહિના વહેલી ચૂંટણી યોજવામાં આવે એવી અટકળો વચ્ચે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ ચૂંટણી માટે ગુજરાત ભાજપ તૈયાર હોવાનું નિવેદન આપ્યું હતું. આ પરિÂસ્થતિમાં કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીએ ગાંધીનગર દોડી આવીને ગુજરાત ચૂંટણી પંચના કમિશનર બી.બી. સ્વૈન, સોમ, માણેક સહિતના અધિકારીઓ ઉપરાંત કેટલાક જિલ્લા કલેક્ટરો કમ ચૂંટણી અધિકારીઓ સાથે મહ¥વની મીટીંગ યોજી હતી.
ભાજપ હાઈકમાન્ડે પાર્ટીને ૧૫૦ સીટોનો લક્ષ્યાંક આપ્યો છે. આ લક્ષ્યાંકને પાર પાડવા માટે પાર્ટી એડીચોટીનું જાર લગાવી રહી છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ ભાજપ દ્વારા કોંગ્રેસના કેટલાક નેતાઓને તોડવાનો તખ્તો રચી કાઢવામાં આવ્યો છે આ ઉપરાંત પ્રદેશ ભાજપ નેતાગીરી કોંગ્રેસના કેટલાક નેતાઓના સંપર્કમાં પણ છે. જેથી કરીને આગામી સમયમાં જા કોંગ્રેસના કોઈ ચહેરા ભાજપમાં જાડાઈ તો નવાઈ નહિ.
સૂત્રોએ ઉમેર્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારી સાથેની ચર્ચામાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રાથમિક તૈયારીઓ માટે ૯૦ દિવસનો સમય આપવો જરૂરી છે. એવો સ્પષ્ટ મત વ્યક્ત કરાયો હતો. આમ છતાં કેન્દ્ર સરકાર સૂચના આપે તો જૂન-જુલાઈમાં ચૂંટણી કરવી પડે તો તે પૂર્વે જરૂરી એવો ચૂંટણી સ્ટાફ, વાહનો, મતદાર યાદી, મતદાન મથકો અને ચૂંટણી માટે જરૂરી પોલીસ બંદોબસ્તના મુદ્દે પણ ચર્ચાઓ થઈ હતી. ચોમાસામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવા પૂર્વે હવામાન ખાતાનો પણ વિસેષ અભિપ્રાય, આગાહી, વરતારો મેળવવામાં આવશે. જાકે ડિસેમ્બરમાં નિયત સમયે જ ચૂંટણી યોજવામાં આવે તો કોઈ મુશ્કેલી પડી શકે નહીં. જાકે કેન્દ્રીય ચૂંટણી પંચે જરૂરી મતદાન સ્ટાફ, વાહનો સહિતની તમામ વિગતો તત્કાલ મોકલી આપવા જિલ્લા ચૂંટણી અધિકારીઓને સૂચના આપી હતી. દરેક જિલ્લા ચૂંટણી અધિકારીએ સ્ટાફની માહિતીનો ડેટાબેઈઝ તૈયાર કરવાનો રહેશે. આ માહિતી તૈયાર કરતી વખતે સ્ટાફની નિમણૂક બાબતમાં ચૂંટણી આયોગ નવી દિલ્હીની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે.
રાજ્યમાં હાલ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ ચાલી રહી છે. મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયતોની ચૂંટણીને લઈને આચારસંહિતા અમલમાં છે. આ ચૂંટણી માટે હાલ સરકારી કર્મીઓ કામે લાગ્યા છે. ગ્રામ-પંચાયતોની ચૂંટણી પૂર્ણ થયા બાદ મતદાન મથકોનો અહેવાલ સ્ટાફ-વોટિંગ મશીન ઉપરાંત પાસ જરૂરી એવો પોલીસ ફોર્સ સહિતના મુદ્દે તૈયારીઓ ઝડપી કરવાની રહે છે. આ તમામ પાસાની પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.