Main Menu

ત્રીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયાના ૪૫૧ સામે ૧૨૦/૧થી મજબુત શરૂઆત

ન્યુ દિલ્હી,તા.૧૭
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે ભારતે ૧ વિકેટે ૧૨૦ રન બનાવી લીધા છે. મુરલી વિજય (૪૨) અને ચેતેશ્વર પૂજારા (૧૦) રને અણનમ રહ્યાં હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં ૪૫૧ રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. ભારત હજુ ઓસ્ટ્રેલિયાથી ૩૩૧ રન પાછળ છે અને તેની ૯ વિકેટ બાકી છે. ભારતની એકમાત્ર વિકેટ લોકેશ રાહુલના રૂપમાં પડી હતી. રાહુલ ૬૭ રન બનાવી આઉટ થયો હતો. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ ૫ વિકેટ ઝડપી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ Âસ્મથે ૧૭૮* અને ગ્લેન મેક્સવેલે ૧૦૪ રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી ઇજાગ્રસ્ત હોવાથી તે ફિÂલ્ડંગ કરવા ઉતર્યો નહતો. અજિંક્્ય રહાણેએ ટીમની કમાન સંભાળી હતી.
ભારતે બીજા દિવસના અંતે ૧ વિકેટ ગુમાવીને ૧૨૦ રન બનાવી લીધા છે. મુરલી વિજય ૩૭ અને ચેતેશ્વર પુજારા ૧૦ રને રમતમાં છે. લોકેશ રાહુલે ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી, તેને આક્રમક બેટિંગ કરતાં ૯ ફોર સાથે પોતાની અર્ધશતક (૬૭) ફટકારીને પેટ કમિન્સની ઓવરમાં કેચ આઉટ થઈ ગયો હતો.
ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ પહેલી ઈનિંગમાં ૪૫૧ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. સ્ટીવ Âસ્મથે શાનદાર બેટિંગ કરતાં ૧૭૮ રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરતાં પાંચ વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાને ઓલઆઉટ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
રવિન્દ્ર જાડેજાએ બીજા દિવસે ટીમ ઈÂન્ડયાને ત્રણ વિકેટો અપાવી હતી. જાડેજાએ સૌથી પહેલા ભારત માટે ખતરનાક બનેલ ગ્લેન મેક્સવેલને ૧૦૪ રને આઉટ કર્યો હતો. તે પછી મેથ્યૂ વેડને ૩૭ રને આઉટ કર્યો હતો. આ બંનેને વિકેટકિપરના હાથે કેચ આઉટ કરાવ્યા હતા. જ્યારે પેટ કમિન્સને ૦૦ રને Âક્લન બોલ્ડ કરીને પેવેલિયન મોકલી દીધો હતો.
વિરાટ કોહલીને પહેલા દિવસે હેન્ડકોમ્બના શોર્ટને રોકવા જતા ખભામાં થયેલી ઈજાના કારણે હજુ સુધી મેદાનમાં આવ્યો નથી. જેથી ભારતીય ટીમનું ટેન્શન વધી ગયું છે. વિરાટ કોહલીની જગ્યાએ અભિનવ મુકુંદ ફિલ્ડીંગ કરી રહ્યો .
ડેવિડ વોર્નર ૧૯ રને જાડેજાનો શિકાર બની ગયો હતો.ઉમેશ યાદવે પોતાની બીજી અને ટીમને ચોથી સફળતા અપાવતા પિટર હેંન્ડકોમ્બને ૧૯ રને પેવેલિયન ભેગો કરી નાંખ્યો હતો.ભારતને બીજી સફળતા ઉમેશ યાદવે અને ત્રીજી સફળતા અશ્વિને અપાવી હતી. યાદવે મેટ રેન શોને ૪૪ અને અશ્વિને શોન માર્શને ૦૨ રને પેવેલિયન મોકલી દીધા હતા.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ Âસ્મથે શાનદાર ઈનિંગ રમતા પોતાની ટેસ્ટ કરિયરની ૧૯મી સદી ફટકારી હતી. ભારતીય ટીમ વિરૂદ્ધ Âસ્મથની છઠ્ઠી સદી છે. Âસ્મથે પોતાની શતક પૂરી કરવા માટે ૨૨૭ બોલનો સામનો કર્યો જેમાં ૧૧ ફોર સામેલ છે. પહેલા દિવસની રમતના અંતે Âસ્મથે ૧૧૭ અને ગ્લેન મેક્સવેલ ૮૨ રન બનાવીને અણનમ રહ્યા હતા. વર્તમાન ભારતીય પ્રવાસ પર સ્ટીવ Âસ્મથની આ બીજી સદી છે. આ
આભાર – નિહારીકા રવિયા પહેલા પૂણે ટેસ્ટ મેચમાં પણ Âસ્મથે સદી ફટકારી હતી.
રાંચીના મેદાન પર રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચ છે. આ મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી પહેલી સદી ફટકારવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ Âસ્મથના નામે નોંધાઈ ગયો છે. ભવિષ્યમાં આ ગ્રાઉન્ડ પર બેટ્‌સમેનો સદી ફટકારશે પરંતુ આ ગ્રાઉન્ડ પર પહેલી ટેસ્ટ શતક ફટકારવાનો રેકોર્ડ Âસ્મથના નામે જ રહેશે.
બંને ટીમો ૪ ટેસ્ટની શ્રેણીમાં ૧-૧ની બરાબરી પર છે. ઓસ્ટ્રેલિયાએ ઈજાગ્રસ્ત મિશેલ માર્શ અને મિશેલ સ્ટાર્કની જગ્યાએ ગ્લેન મેક્સવેલ અને કમિન્સનો સમાવેશ કર્યો છે. જ્યારે ટીમ ઈÂન્ડયામાં અભિનવ મુકુંદની જગ્યાએ મુરલી વિજયનો સમાવેશ કરવામાં આવ્યો છે.