Main Menu

કોહલીને ગંભીર ઈજા નથી રાંચી ટેસ્ટમાં પણ રમી શકશે

રાંચી,તા.૧૭
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને ગુરૂવારે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ શરૂ ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે લંચ બાદ મેચ દરમિયાન ફિલ્ડીંગ કરતાં જમણા ખભામાં ઈજા થઈ હતી જેનું સ્કેન કરાવવામાં આવ્યું છે. સ્કેન પછી ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ)એ આશા વ્યક્ત કરી છે કે, વિરાટ સારવાર બાદ શેષ ટેસ્ટમાં ભાગ લઈ શકશે.
બીસીસીઆઈની મેડિકલ ટીમે પુષ્ટી કરી છે કે, વિરાટના જમણા ખભામાં થયેલી ઈજાની હાલમાં સારવાર ચાલી રહી છે, અને જણાવવામાં આવી રÌšં છે કે, ઈજા ગંભીર નથી. બીસીસીઆઈના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વિરાટને હાલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે જેથી તે ઝડપી ઈજામાંથી બહાર આવશે અને રાંચી ટેસ્ટમાં ભાગ લઈ શકશે. આ પહેલા બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, વિરાટના ખભાનું સ્કેન કરાવવામાં આવ્યું છે.
તે ઉપરાંત ફિલ્ડીંગ કોચ શ્રીધરે જણાવ્યું કે, તેમની ઈજામાં વધારો થાય નહી તે માટે સાવધાની રાખતા અમે વિરાટ પાસે ફિલ્ડીંગ કરાવી નથી. પરંતુ તેઓ જે રીતે બોલને રોકવા માટે જે રીતે પડ્યા હતા તે જાતા ખભા પર ખુબ પ્રભાવ પડ્યો હતો.
રાંચી ટેસ્ટમાં જેએસટીએ સ્ટેડિયમમાં લંચ બાદ ફિલ્ડીંગ કરી રહેલ ભારતીય કેપ્ટનના ખભામાં ઈજા થઈ ગઈ હતી. જ્યારે ૪૦મી ઓવરમાં બોલને બાઉન્ડ્રી બહાર જતા રોકવાના પ્રયત્નમાં વિરાટે સુપરમેનની જેમ છલાંગ લગાવી દીધી હતી અને પોતાનો જમણો ખભો જમીન સાથે અથડાયો હતો. જાકે, વિરાટ કોહલી ઉભો થયો પરંતુ તેમના ચહેરા પર દર્દ છલકી રહ્યો હતો. ત્યાર બાદ ટીમ ફિજીયો પેટ્રિક ફરહાર્ટ મેદાન પર આવી પહોંચ્યા હતા અને વિરાટને મેદાન બહાર લઈ ગયા હતા. વિરાટના ખભા પર તરત જ બરફ લગાવવામાં આવી હતી અને તેમને બહાર બેઠાવવામાં આવ્યા હતા. હાલમાં વિરાટની જગ્યાએ અભિનવ મુકુન્દ ફિલ્ડીંગ કરી રહ્યો છે.