Main Menu

પછાતવર્ગો અને બ્રાહ્મણો ભાજપથી સાવથાન રહે ઃ માયાવતીની સલાહ

લખનઉ,તા.૨૦
યોગી આદિત્યનાથના મુખ્યમંત્રી બન્યા બાદ બસપા પ્રમુખ માયાવતીએ ભાજપ પર ફરીવાર શાÂબ્દક હુમલો કરતાં કÌšં કે ઉત્તર
આભાર – નિહારીકા રવિયા પ્રદેશમાં આરએસએસના એજન્ડા પાર પાડવાના ઉદ્દેશથી યોગી આદિત્યનાથને સીએમ બનાવાયા છે. માયાવતીએ જણાવ્યું કે યુપીમાં સંઘના એજન્ડા પૂર્ણ કરવા માટે ભાજપે ક્ષત્રિય સમાજમાંથી પસંદ કરી યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવ્યા છે.પછાતવર્ગો અને બ્રાહ્મણોને ભાજપથી સાવધાન રહેવાની સલાહ આપતાં માયાવતીએ કÌšં કે ભાજપ યોગીને આગળ કરીને ધ્રુવીકરણના આધારે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડવા માગે છે, માયાવતીએ જણાવ્યું કે ભાજપે પોતાના આરએસએસના એજન્ડાને લઈને પછાતવર્ગો અને બ્રાહ્મણ સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેમણે કÌšં કે ભાજપે ક્ષત્રિય સમાજના યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવ્યા છે જ્યારે આ વખતે તેમણે ચૂંટણીમાં પછાતવર્ગમાંથી આવનાર ભાજપના અધ્યક્ષ કેશવપ્રસાદ મૌર્યને આગળ કરીને કોઈપણ ભોગે તેમને મુખ્યમંત્રી બનાવવાનું આશ્વાસન આપીને ઓબીસીના મતો અંકે કર્યા હતા.
માયાવતીએ આગળ જણાવ્યું કે બ્રાહ્મણ સમાજ નારાજ ન થાય તે માટે ભાજપે બ્રાહ્મણોને એમ કÌšં કે મૌર્યને આગળ કરી પછાતોના મત મેળવીશું અને પછી બ્રાહ્મણને મુખ્યમંત્રી બનાવી દઈશું, આમ ભાજપે બંનેને ગુમરાહ કર્યા છે. તેમણે કÌšં કે મૌર્ય અને દિનેશ શર્માને ડેપ્યુટી સીએમ બનાવ્યા એનાં કરતાં તો કેબિનેટમંત્રી બનાવ્યા હોત તો સારું હતું, કારણ કે ડેપ્યુટી સીએમ પાસે વધારે કંઈ નથી હોતું.
જ્યારે કેન્દ્રની ભાજપ સરકાર ત્રણ વર્ષમાં ૨૫ ટકા ચૂંટણીવચનો પણ પૂર્ણ કરી શકી નથી તો યુપીની ભાજપ સરકાર ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાં વિધાનસભાની ચૂંટણીમાં આપેલ વચનો કેવી રીતે પૂર્ણ કરી શકશે. આ કારણે જે તેમણે શપથ ગ્રહણ સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો, એમ માયાવતીએ કÌšં હતું.