Main Menu

ડાક્ટરો સાવધાન,જરૂર કરતાં વધુ દવા લખનાર મુશ્કેલીમાં મૂકાશે

ન્યુ દિલ્હી,તા.૨૦
અનાવશ્યક દવાઓ ખાવાથી દર્દીઓને શારીરિક અને આર્થિક નુકસાન થાય છે પરંતુ હવે જરૂર કરતાં વધુ દવાઓ લખનારા ડોકટર પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. કેન્દ્ર સરકારે દવાઓના ઉપયોગને વિનિયમીત કરવા માટે એક ઈ–પ્લેટફોર્મ બનાવવાનો નિર્ણય લીધો છે. આ પ્લેટફોર્મ પર દર્દીને આપવામાં આવેલી દરેક દવાની માહિતી ડોકટરના નામ સહિત નોંધાશે. આને ડોકટરોના પ્રિÂસ્ક્રપ્શનને ઓડિટ કરવાની દિશામાં પહેલું પગલું માનવામાં આવી રÌšં છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દવાઓના વેચાણને વિનિયમીત કરવા માટે પોતાની વેબસાઈટ પર એક પરામર્શ પત્ર જારી કર્યે છે. આ અંગે એક મહિનાની અંદર વિવિધ પક્ષો પાસેથી પ્રતિક્રિયાઓ પણ લેવામાં આવશે. પરામર્શ પત્રમાં કહેવાયું છે કે દવાઓના સીમિત ઉપયોગ અને ગુણવત્તા નક્કી કરવા, એન્ટીબાયોટિક દવાઓના અંધાધૂંધ ઉપયોગને રોકવા તથા ઓનલાઈન દવાઓની વેચાણને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ઉઠાવવામાં આવી રÌšં છે.
મુસદ્દા અનુસાર તમામ દવા વિક્રેતાઓ, વિતરકો અને નિર્માતાઓને ઈ–પ્લેટફોર્મ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ઈ–પ્લેટફોર્મ મૂળ એક પોર્ટલ હશે. આ પોર્ટલ સરકારના નિયંત્રણમાં રહેશે.દવા નિર્માતા કંપનીથી લઈને કેમિસ્ટ સુધીએ દવાનું વેચાણ આ પોર્ટલ પર લોગ ઈન કરીને કરવું પડશે. આ પોર્ટલથી વેચાણની રસિદ કપાશે. આમાં દવાના વેચાણની સંપૂર્ણ માહિતી આપવી પડશે. કઈ દવા કઈ માત્રામાં કોને વેચવામાં આવી એ બધું લખવું પડશે. કેમિસ્ટ માટે એ પણ અનિવાર્ય હશે કે તેઓ દવા લખનારા ડોકટરનું નામ અને રજિસ્ટ્રેશન નંબર પણ લખે. આ પ્રકારે જેટલી પણ દવાઓ કેમિસ્ટ વેચશે તેનો રેકોર્ડ આ પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે.