Main Menu

અજમેર દરગાહ બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિતોને સજા બુધવારે જાહેર થશે

જયપુર,તા.૨૦
સમગ્ર દેશને હચમચાવી મુકનાર અજમેર દરગાહ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અપરાધીઓને સજા અંગેની જાહેરાત ૨૨મી માર્ચના દિવસે કરવામાં આવનાર છે. બન્ને અપરાધીને સજાને લઇને જારદાર દલીલો પર સુનાવણી કરવામાં આવી ચુકી છે. ડિફેન્સ વકીલ જગદીશ રાણાએ કÌš છે કે મેજિસ્ટ્રેટે ચુકાદો હાલ અનામત રાખ્યો છે અને હવે બુધવારે સજાની જાહેરાત કરવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે કોર્ટે બ્લાસ્ટ કેસમાં આરોપી અસીમાનંદ સહિત પાંચ અન્યને એનઆઈએની જયપુર કોર્ટે આઠમી માર્ચના દિવસે નિર્દોષ છોડી મુક્્યા હતા. જ્યારે ત્રણને અપરાધી ઠેરવવામાં આવ્યા હતા.એનઆઈએ દ્વારા કહેવામાં આવ્યું હતુ કે નિર્દોષ છુટેલાની સામે પુરાવા મળી શક્્યા નથી. ૨૦૧૧માં અસીમાનંદને આજ તપાસ સંસ્થાએ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ તરીકે ગણાવીને ઝાટકણી કાઢી હતી. સુનિલ જાશી, ભાવેશ પટેલ અને દેવેન્દ્ર ગુપ્તાને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સુનિ જાશીનું મોત થઈ ચુક્્યું છે. અજમેરમાં સુફીસંત ખ્વાજા મુઈનુદ્દીન ચિશ્તીની દરગાહમાં ૧૧મી ઓકટોબર ૨૦૦૭ના દિવસે સાંજે ૬.૧૪ વાગે રોજા ઈફતાર આભાર – નિહારીકા રવિયા વેળા બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય ૩૦ લોકો ઘાયલ થયા હતા. રાજસ્થાન એટીએસ દ્વારા સમગ્ર માલમાની તપાસ કરવામાં આવી હતી. ૨૦મી ઓકટોબર ૨૦૧૦ના દિવસે અજમેરના સીજીએમ કોર્ટમાં ત્રણ અપરાધીઓની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
પહેલી એપ્રિલ ૨૦૧૧ના દિવસે આ મામલાની તપાસ એનઆઈએને સોંપી દેવામાં આવી હતી. એનઆઈએ દ્વારા આ કેસમાં ૧૩ લોકોની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાંથી સુિનલ જાશીનું મોત થઈ ચુક્્યું છે. ત્રણ ફરાર છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે સ્વયં સેવક સંઘ સાથે જાડાયેલા કેટલાક હિન્દુ કટ્ટરપંથી લોકો દ્વારા આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ૨૦૦૨માં અમરનાથ યાત્રા અને જમ્મુના રઘુનાથ મંદિરમાં આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.