Main Menu

મણિપુરમાં ભગવો લહેરાયો,એન. બીરેનસિંહ ફ્લોર ટેસ્ટમાં પાસ

ઈમ્ફાલ,તા.૨૦
મણિપુરમાં આજે ભાજપાના મુખ્યમંત્રી એન. બીરેન સિંહ આજે ફલોર ટેસ્ટ આપ્યો હતો જેમાં ૩૨ ધારસભ્યોની બહુમતી સાથે પહેલીવાર ભાજપાની સરકાર બની રહી છે. ભાજપાએ મણિપુર વિધાનસભા ચૂંટણીમાં ૨૧ સીટ જીતી છે. એનપીએફ અને નગા પીપલ્સ પાર્ટી (એનપીપી)ના ચાર-ચાર ધારાસભ્યોએ તેમને સપોર્ટ કર્યો છે.
૬૦ સભ્યોવાળી મણિપુર વિધાનસભામાં બહુમત માટે ૩૧ ધારાસભ્યોની જરૂર હતી. હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ૨૮ અને બીજેપીને ૨૧ સીટ મળી. મણિપુરમાં બીજેપીએ પહેલીવાર તમામ ૬૦ સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.
ભાજપાએ મણિપુર વિધાનસભા ચૂંટણીમાં ૨૧ સીટ જીતી છે. એનપીએફ અને નગા પીપુલ્સ પાર્ટી (એનપીપી)ના ચાર-ચાર ધારાસભ્યોએ તેને સપોર્ટ આપ્યો છે. આ ઉપરાંત, તૃણમૂલ કોંગ્રેસ અને લોજપાના ૧-૧ ધારાસભ્ય અને ૧ અપક્ષ ધારાસભ્ય પણ ભાજપાને પક્ષે મત આપી રહ્યા છે. એટલે ગણતરી કરીએ તો ૨૧ બેઠક ભાજપાની પોતાની આઠ એનપીએફ અને ચાર નગા એનપીપીનાધારાસભ્યો અને તૃણમુલ કોંગ્રેસની એક તેમજ લોજપાના એક ધારાસભ્ય એ રીતે ભાજપાએ ૩૨ ધારા સભ્યો એકઠા કરી લીધા હતા જેમને ભાજપા તરફેણમાં મત મણિપુરમાં પ્રથમવાર ભાજપાની સરકાર બની છે.