રાત્રીના સમયે હાઇવેરોડ ઉપર ધાડ પાડવાની પુર્વ તૈયારીમાં રહેલ પાંચ ઇસમોને પિસ્ટલ તથા રિવોલ્વર સાથે ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ
ભાવનગર જીલ્લામાં લુંટ તથા ધાડ જેવા ગુન્હાઓ બનવા ન પામે અને આવા ગુન્હાઓ બને તો તેને તાત્કાલીક ડિટેક્ટ કરવા સારૂ પોલીસ અધિક્ષકશ્રી દિપાંકર ત્રિવેદી સાહેબે જીલ્લાના અધિકારીઓને અગાઉ આપેલ સુચના અનુંસંધાને એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી એચ.એ.જાડેજાની રાહબરી હેઠળ અને એલ.સી.બી. શાખાના પોલીસ સબ ઇન્સ. એસ.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ગઇ રાત્રીના એસ.ઓ.જી. સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, પાંચ ઇસમો ભેગા મળી પિસ્ટલ તથા રિવોલ્વર જેવા પ્રાણઘાતક હથિયાર ધારણ કરી તળાજા જકાતનાકા પાસે હાઇવે રોડ ઉપર ધાડ કરવાના છે. જે મળેલ હકિક્ત આધારે એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ, કમલેશદાન ગઢવી તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકિયા,હરેશભાઇ ઉલવા જીતેન્દ્રસિંહ જાડેજા, રાજપાલસિંહ ગોહિલ, બાવકુદાન ગઢવી, યોગીનભાઇ ધાંધલ્યા, અશોકસિંહ ગોહિલ, બલવિરસિંહ જાડેજાએ રીતેનાઓએ એક ખાસ ટીમ બનાવી મળેલ હકિકત ઇસમો ધાડ કરે તે પહેલા ઝડપી પાડવા ઓપરેશન ગોઢવેલ અને બાતમી મુજબના પાંચ આરોપીઓ
(૧) ભીખુશા S/O સતારશા શેખ ઉ.વ. ૩૫ રહેવાસી મુળ ગામ ત્રાપજ, મોચી શેરી લીલાપીરની
દરગાહ પાસે તા. તળાજા જી. ભાવનગર
(૨) જગદીશભાઇ ઘુઘાભાઇ ઠાકોર ઉ.વ. ૨૪ રહેવાસી ગાંધીધામ, કાર્ગો એકતાનગર જગુબેનના
મકાનમાં જી. ભુજ
(૩) બળવંતભાઇ S/O ધનજીભાઇ ઓળકીયા ઉ.વ. ૨૫ રહેવાસી કુંડળી ઉમરાળા રાણપુરરોડ તા.
રાણપુર જી. બોટાદ
(૪) વિજયભાઇ જેમાભાઇ રાઠોડ ઉ.વ. ૨૫ રહે. કુંડળી ઉમરાળા રાણપુરરોડ તા. રાણપુર જી. બોટાદ
(૫) મુકેશભાઇ ચંદુભાઇ કોપારણીયા ઉ.વ. ૨૮ રહેવાસી ઘ્રાંગધ્રા બાલા હનુમાન
પાસે આદર્શનિશાળ પાસે જી. સુરેન્દ્રનગર
વાળાઓને એક પિસ્ટલ તથા એક રિવોલ્વર સાથે ઝડપી પાડવામાં આવેલ છે. અને આરોપીઓને કબુલાત આપેલ છે કે, તેઓ પાંચેય સાથે મળી તળાજા જકાતનાકા પાસે હાઇવે રોડ ઉપર ધાડ કરવાના હતા.
અત્રે ઉલ્લેખનીય એ છે કે, પકડાયેલ આરોપીઓમાં અનું નંબર ૧ નો અગાઉ લુંટ, ચોરીઓ જેવા ગુન્હાઓમાં ભાવનગર જીલ્લામાં પકડાઇ ચુકેલ છે. નંબર ૨ ને બળાત્કારના ગુન્હામાં સજા પડેલ છે. અને રાજકોટ જેલમાં સજા કાપતો હતો તે દરમ્યાન પેરોલ મંજુર થતા પેરોલ જંપ કરી જેલમાં હાજર થયેલ નહી અને વોન્ટેડ છે. નંબર ૩ નો લુંટના, ગેરકાયદેસર હથિયાર રાખવાના તથા ફાયરીંગ કરવાના તથા વાહન ચોરી તથા મારામારાના ઘણા ગુન્હાઓમાં પકડાઇ ચુકેલ છે. નંબર ૪ પ્રોહીબીશનના ગુન્હામાં પકડાઇ ચુકેલ છે. નંબર ૫ વાહનચોરીઓના ગુન્હામાં અગાઉ પકડાઇ ચુકેલ છે. આમ તમામ આરોપીઓ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. અને આજે ભેગા મળી કોઇ ધાડના ગુન્હાને અંજામ આપે તે પહેલાજ એસ.ઓ.જી. પોલીસની સર્તકતાથી તમામ આરોપીઓને દબોચી લેવામાં આવેલ છે. આરોપીઓ પાસેથી મળી આવેલ મોટર સાયકલ પણ ચોરીનું હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામેલ છે. આમ ઉપરોકત પાંચેય આરોપીઓને પકડી તેમના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી આગળની તપાસ એલ.સી.બી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર એસ.એન.ચુડાસમાં ચલાવી રહ્યા છે.
આમ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે ઉપરોક્ત પાંચેય આરોપીઓ હાઇવેરોડ ઉપર ધાડ પાડે તે પહેલાજ દબોચી લઇ તેમના ગુનાહીત મનસુબાને સફળ થવા દિધેલ નહી અને એક મોટો ગુન્હો બનતો અટકાવી દિધેલ છે.