Main Menu

ઇંગ્લીશ દારૂ/બિયરનાં જથ્થા સહિત કુલ રૂ.૩,૯૦,૮૦૦/-નાં મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી દિપાંકર ત્રિવેદી સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. એમ.એમ.લાલીવાલા તથા એસ.એન.ચુડાસમા પો.સબ ઇન્સ. તથા સ્ટાફને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની કરવામાં આવતી હેરાફેરી ને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ.જે સુચના તથા માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં સ્ટાફનાં માણસો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન વરતેજ ગામ પાસે આવતાં ભાવનગર,ચિત્રા,દેસાઇનગરમાં રહેતાં જયદિપસિંહ મહિપતસિંહ ગોહિલ તથા તેનો મિત્ર ભાવનગર,ખેડુતવાસમાં રહેતો જલ્પેશ ઘનશ્યામભાઇ પટેલ બંને જણાં ફોર વ્હીલ કાર ટાટા ઇન્ડિગો માન્ઝા રજી.નં.GJ-01-KB 5975માં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી વલ્લભીપુર ગામ તરફથી ભાવનગર તરફ રોડે નીકળનાર હોવાની બાતમી મળી આવેલ.જે બાતમી આધારે વરતેજ,રંગોલી ચોકડી પાસે આવેલ રેલ્વે ફાટક પાસે વોચમાં રહેતાં ઉપરોકત વર્ણનવાળી કારમાં કાર ચાલક જલ્પેશભાઇ ઘનશ્યામભાઇ વસોયા ઉ.વ.૩૨ રહે.પ્લોટ નં.F/૧૪૬,પ૦ વારીયા,ખેડુતવાસ,ભાવનગર તથા જયદિપસિંહ મહીપતસિંહ ગોહિલ ઉ.વ.૨૨ રહે.પ્લોટ નં.૪૨,દેસાઇનગર,ચિત્રા,ભાવનગરવાળા હાજર મળી આવેલ. જે બંનેનાં કબ્જાની કારમાં તપાસ કરતાં ટાઇટેનિયમ ત્રીપલ ડિસ્ટીલ્ડ વોડકા ફોર સેલ ઇન અરૂણાચલપ્રદેશ ઓન્લી ૭૫૦ ML બોટલ નંગ-૮૪ કિ.રૂ.૨૫,૨૦૦/- તથા ૧૮૦ MLની કંપની સીલપેક બોટલ નંગ-૬૨૪ કિ.રૂ.૬૨,૪૦૦/-તથા હેવર્ડઝ ૫૦૦૦ સ્ટ્રોંગ બિયર ૫૦૦ ML ફોર સેલ ઇન મધ્યપ્રદેશ ઓન્લી લખેલ કંપની સીલપેક છુટક બિયર ટીન-૧૨ કિ.રૂ.૧,૨૦૦/- તથા ટાટા ઇન્ડિગો માન્ઝા કાર રજી.નં.GJ-01-KB 5975 કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ-૨ કિ.રૂ.૨,૦૦૦/-મળી કુલ રૂ.૩,૯૦,૮૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ. જે તમામ મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ.અને ઉપરોકત ઇસમો વિરૂધ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.
આમ,ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને ભાવનગરમાં ઇંગ્લીશ દારૂ/બિયરનો જથ્થો લઇ આવતાં બંને ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં સફળતા મળેલ છે.