Main Menu

છેલ્લાં ત્રણ વર્ષથી ઇંગ્લીશ દારૂનાં કેસમાં નાસતા-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર એલ.સી.બી.

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી દિપાંકર ત્રિવેદી સાહેબ તરફથી નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા અંગેની એમ.એમ.લાલીવાલા પોલીસ ઇન્સ. તથા એસ.એન. ચુડાસમા પો.સબ ઇન્સ., એલ.સી.બી., ભાવનગર તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને સુચના આપવામાં આવેલ.જે સુચના મુજબ ભાવનગર,એલ.સી.બી.ની ટીમ અલંગ પો.સ્ટે. વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપીઓ પકડી પાડવા અંગે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર,અલંગ મરીન પોલીસ સ્ટેશન પ્રોહી.ગુ.ર.નં.૪૦/ ૨૦૧૪ પ્રોહી.એકટ કલમઃ-૬૬બી,૬૫એ,ઇ,૧૧૬બી મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં ફરતાં આરોપી મહિપતસિંહ લધુભા વાળા રહે. સથરા તા.ગઢડાવાળા મળી આવેલ. જેથી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ થવા સારુ તેને અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.

આ મહિપતસિંહ લધુભા વાળા રહે.સથરા તા.ગઢડાવાળાને ભાવનગર શહેર,નિલમબાગ પોલીસ સ્ટેશનનાં ઇંગ્લીશ દારૂનાં ગુન્હામાં પણ પકડવાનાં બાકી છે.

આમ,ભાવનગર એલ.સી.બી. ટીમને છેલ્લાં ત્રણ વર્ષથી ઇંગ્લીશ દારૂનાં બે ગુન્હામાં નાસતા-ફરતાં આરોપીને ઝડપી લેવામાં સફળતા મળેલ છે.