Main Menu

ફિલ્મ શરૂ થતા રાષ્ટ્‌ ગીત સિનેમાં હોલમાં વગાડાશે

નવી દિલ્હી,
સુપ્રીમ કોર્ટે દેશભરના તમામ સિનેમાહોલમાં ફિલ્મ શરૂ કરતા પહેલા હવે રાષ્ટ્રગીત વગાડવા માટેના આદેશ જારી કરી દીધા છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે તામામ સિનેમાહોલમાં ફિલ્મ શરૂ કરતા પહેલા રાષ્ટ્રગીત વગાડવુ જાઇએ. સાથે સાથે સ્ક્રીન પર તિરંગા ધ્વજને દર્શાવવા માટે પણ કહેવામાં આવ્યુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે તમામ નાગરિકોને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ધ્વજનુ સન્માન કરવુ જાઇએ. સુપ્રીમ કોર્ટે આ આદેશ જારી કર્યા બાદ તેની ભારે ચર્ચા તમામ નિષ્ણાંતોમાં જાવા મળી રહી છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યુ છે કે વૈપારિક ફાયદા માટે રાષ્ટ્રગીતનો ઉપયોગ કરવો જાઇએ નહી. કોર્ટે એમ પણ કહ્યુ છે કે રાષ્ટ્રગીતને વાંધાજનક ચીજવસ્તુઓ પર પ્રિન્ટ કરી શકાય નહી. સુપ્રીમ કોર્ટે આઐજે જાહેર હિતની અરજી પર સુનાવણી ચલાવતી વેળા આ મુજબનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યુ છે કે રાષ્ટ્રગીત ટુંકમાં પણ વગાડી શકાય નહી. આ જાહેર હિતની અરજી શ્યામ નાયારણ ચૌક્સે દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેના પર સુનાવણી ચલાવતી વેળા આ આદેશ આપવામાં આવ્યો છે. આને લઇને હાલમાં માંગ પણ ઉઠી રહી હતી. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે દેશભરમાં સિનેમાહોલમાં જ્યારે પણ કોઇ ફિલ્મ રજૂ કરવામાં આવે ત્યારે તે પહેલા રાષ્ટ્રગીત વગાડી દેવામાં આવે તે જરૂરી છે. કેટલીક તર્કદાર દલીલો કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા આજે આપવામાં આવેલા નિર્દેશને લઇને તમામ લોકોમાં ચર્ચા જાવા મળી રહી છે. કેન્દ્ર અને તમામ રાજ્યોના સચિવોને કોર્ટે આ આદેશને લઇને સરક્યુલર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડિયામાં પ્રકાશિત કરવાની મંજુરી આપી દીધી છે. હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાષ્ટ્રગીત વગાડતી વેળા સિનેમાગૃહમાં ઉપÂસ્થત તમામ લોકોને ઉભા થઇને તેનું સન્માન કરવું પડશે. આ ચુકાદાનું તમામ લોકોએ સ્વાગત કર્યું છે. કેટલાક લોકોએ હજુ પ્રતિક્રિયા આપી નથી પરંતુ આને લઇને સ્પષ્ટ પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યા છે. અરજીમાં એવી માંગ કરવામાં આવી હતી કે, રાષ્ટ્રગીતને સરકારી કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોમાં ગાવવાના સંદર્ભમાં યોગ્ય નિયમો અને પ્રોટોકોલ નક્કી કરવા જાઇએ.