Main Menu

હથિયાર સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી દિપાંકર ત્રિવેદી સાહેબેભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પો.ઇન્સ. એમ.એમ.લાલીવાલા તથા પો.સબ ઇન્સ. એસ.એન.ચુડાસમાને મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે આપેલ.જે સુચના તથા માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ ભાવનગર ગ્રામ્ય વિસ્તાર માં મિલ્કતસંબંધી વણશોધાયેલ ગુન્હા શોધી કાઢવા શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, શિહોર તાલુકાનાં બુઢણા ગામે રંડોળા ગામ તરફ જવાનાં રસ્તે કેશાજી નારણજી રહે.બુઢણાવાળાની વાડી પાસે રોડ ઉપર આવતાં એક શંકાસ્પદ રમેશ દેવજીભાઇ પરમાર ઉ.વ.38 રહે.મુળ-ખરકડી તા.ઘોઘા હાલ-બુઢણા તા.શિહોરવાળાને ચેક કરતાં તેની પાસેથી દેશી બનાવટની ડબલ બેરલનો તમંચો મળી આવેલ.જે તમામ દેશી તમંચા પોતે હાથે બનાવેલ હોવાનું જણાવેલ.જે રાખવા અંગે તેની પાસે કોઇ પરવાનો ન હોય.જેથી દેશી તમંચો-૧ કિ.રૂ.૫,૦૦૦/- ગણી કબ્જે કરવામાં આવેલ.અને મજકુરને આર્મ્સ એકટની કલમ હેઠળ ધોરણસર અટક કરવામાં આવેલ.તેનાં વિરૂધ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે. અને તેને આગળની વધુ તપાસ થવા માટે શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે. આમ,ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક ઇસમને હથિયાર સાથે પકડવામાં સફળતા મળેલ છે.