Main Menu

શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં રંઘોળા ખાતે યોજાયેલ શાળા પ્રવેશોત્સવ

ભાવનગર, શુક્રવાર

 

આજરોજ શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં શ્રી એલ.ડી.પટેલ હાઇસ્કુલ રંઘોળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ-૨૦૧૭નો કાર્યક્રમ યોજાયેલ.   આ પ્રસંગે શિક્ષણમંત્રી ચુડાસમાએ કન્યા કેળવણી ઉપર ભાર મુકતા માતા-પિતાને પોતાની દિકરીને ઉચ્ચ શિક્ષણ  આપી સમાજમાં ટોચના સ્થાને પહોંચાડવા અપીલ કરી હતી.  આ પ્રસંગે શાળામાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ હતુ. અમૃત વચનમા બેટી બચાવો, પાણી બચાવો, વૃક્ષા રોપણ ઉપર ગંભીરતાથી વીચારવા જણાવ્યુ હતુ.

આંગણવાડીમાં દાતાઓ દ્રારા મળેલ રમકડા તથા પાઠય પુસ્તકનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.  આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી કેશવજીભાઇ, જિલ્લા શિક્ષણ અઘિકારીશ્રી પ્રજાપતિ, શ્રી પેથાભાઇ આહિર, સરપંચશ્રી ભોજ, શ્રી શશીકાંત ભોજ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહયા હતા.