Main Menu

બોટાદ જિલ્‍લામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બીજા દિવસે વિવિધ શાળાની મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહિત કરતાં મહાનુભાવો

બોટાદ :

બોટાદ જિલ્લામાં આરંભાયેલા ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે મંત્રીશ્રી આત્મારામભાઈ પરમાર તથા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યક્ષશ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી સહિતના મહાનુભાવોએ જિલ્લાની વિવિધ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓની મુલાકાત લઈ પ્રવેશપાત્ર બાળકોને પ્રોત્સાહિત કરી શૈક્ષણિક કિટસ અને પાઠય પુસ્તકો આપી તેમનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. જિલ્લામાં આજના બીજા દિવસે યોજાયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી આત્મારામભાઈ પરમારે ગઢડા તાલુકાના રળિયાણા, સમઢીયાળા, પડવદર અને મોટી કુંડળ ગામની પ્રાથમિક – માધ્યમિક શાળાની મુલાકાત લઈ ગ્રામજનોને શિક્ષણનું મહત્વ સમજાવી રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ માટે હાથ ધરાયેલ વિવિધ કાર્યોની રૂપરેખા આપી હતી. તેમણે આ તકે પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં પ્રવેશપાત્ર બાળકો તથા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટસ અને પાઠયપુસ્તકો આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો. તેવી જ રીતે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યક્ષશ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ બરવાળા તાલુકાના નભોઈ પ્રાથમિક શાળા અને રાણપરી  ઈસ્કુલની મુલાકાત લીધી હતી. જ્યારે બોટાદના ધારાસભ્યશ્રી ડો. ટી. ડી. માણિયાએ બોટાદ તાલુકાના પીપરડી અને સાકરડી ગામોની શાળાની મુલાકાત લઈ ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને માર્ગદર્શન પુરૂ પાડયું હતુ. આ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લામાં ઉપસ્થિત રહેલા રાજ્યકક્ષાના અધિકારીશ્રીઓએ તાલુકાના ગામોમાં જઈને પ્રાથમિક શિક્ષણ મેળવવા પાત્ર ૬ થી ૧૪ વર્ષની વયના તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થાય, એકપણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે અને ૧૦૦ ટકા નામાંકનનો ધ્યેય પરિપૂર્ણ થાય, સાથો – સાથ ધોરણ – ૯ માં પ્રવેશ પાત્ર તમામ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તેવા સંનિષ્ઠ પ્રયાસો કર્યા હતા. જે અન્વયે મત્સ્યોદ્યોગ કમિશ્નરશ્રી મોહંમદ સાહિદ રાણપુર તાલુકાના કેરીયા અને જન્મભૂમિ હાઈસ્કુલ ખાતે, ઉપ સચિવશ્રી એસ.એ. વ્યાસ ગઢડા તાલુકાના ભંડારીયા અને માંડવા પ્રાથમિક તેમજ માધ્યમિક શાળા ખાતે, જેડાના ડાયરેકટરશ્રી જે. ટી.અખાણી ગઢડા તાલુકાના ઈંગોરાળા ખા. અને નિંગાળા હાઈસ્કુલ ખાતે, નાયબ સચિવશ્રી ડી. જી. ચૌધરી બોટાદ તાલુકાના તાજપર – મારૂતીનગર અને તાજપર માધ્યમિક શાળા ખાતે તેમજ આઈ. એફ. એસ. શ્રી પી. ડી. ધંધુકીયા રાણપુર તાલુકાના સાંગણપુર અને દેરડી ગામની શાળા ખાતે ઉપસ્થિત રહી બાળકોને શાળા પ્રવેશ કરાવી પ્રોત્સાહિત કર્યા હતા.



(Next News) »