Main Menu

સાયલા પાસે કાર હડફેટે ચુંવાળીયા કોળી પરિવારના પિતા-પુત્રના કરૂણ મોત

સાયલા નેશનલ હાઇવે ઉપર વાહનો બેફામ ગતિએ ચાલતા હોવાના કારણે વારંવાર અકસ્માતોના બનાવ બનતા રહે છે. જેના કારણે નિર્દોષ લોકો અકસ્માતનાં બનાવોમાં ભોગ બનતા રહે છે. ત્યારે સાયલા નેશનલ હાઇવે ઉપરના ઇશ્વરીયા અને સિતાગઢ ગામ વચ્ચે એક યુટીલીટીના ચાલકે બેફામ ગતિએ પોતાનું વાહન-ચલાવી અને આ હાઇવે ઉપર બાઇક લઇને જતા પિતા-પુત્રને હડફેટે લેતા ઘટના સ્થળ ઉપર જ ગંભીર હાલતમાં મોત નિપજાવવાની ઘટના બનતા હાઇવે ઉપર આ અકસ્માતના કારણે ભારે અરેરાટી ભર્યા દૃશ્યો સર્જાયા હતા અને જોવા મળતા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ સાયલા નેશનલ હાઇવે ઉપરના ઇશ્વરીયા અને સિતાગઢ ગામ વચ્ચે સોરામીંડા ગામના રહેવાસી કાનાભાઇ જેસિંગભાઇ ભથાણીયા-ચુંવાળીયા કોળી (ઉવ.૪૦) અને અમેનો પુત્ર અશ્વીન કાનાભાઇ ભથાણીયા ચુવાડીયા કોળી ઉ.વ.૧ર વાળા બન્ને પિતા પુત્ર, પોતાનુ઼ બાઇક જી.જે.૧૩ એસ. ૬૯૪૭ લઇને પોતાના ગામ તરફ જતા હતા. ત્યારે સાયલા નેશનલ હાઇવે ઉપરના ઇશ્વરીયા અને સિતાગઢ ગામની વચ્ચે યુટીલીટી કારને જીજે૧૩ એ ડબલ્યુ ૧પ૦૬ ના ચાલકે આ લાઇન ચાલકને હડફેટે લેવાતા ઘટના સ્થળ ઉપર જ ગંભીર હાલતમાં કમકમાટી ભર્યા મોત નિપજેલ હતા. જયારે હાલમાં સાયલા પોલીસ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરેલ છે અને મૃતકોના બન્ને પિતા પુત્રના સબો પી. એમ.માટે સાયલા દવાખાને મોકલી આપવામાં આવ્યા છે. પિતા-પુત્રના મોત નિપજતા નાના એવા સોરભિંડા ગામાં ભારે અરેરાટી સજાવા પામેલ છે.