Main Menu

મોદી સામે અવિશ્વાસ પ્રસ્તાવ ટળ્યો, હંગામાના કારણે સંસદ ઠપ

તેલુગુ દેશમ પાર્ટી અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટી દ્વારા કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. જા કે હોબાળાને કારણે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકી નહતી. વિપક્ષોના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યા સુધી અને બાદમાં દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી, જ્યારે રાજ્યસભાની કાર્યવાહી પણ મંગળવાર સુધી સ્થગિત કરવામાં આવી છે.
તેલુગુ દેશમ પાર્ટી અને વાયએસઆર કોંગ્રેસ સોમવારે કેન્દ્રની મોદી સરકાર વિરૂદ્ધ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ માટે ત્રણ પ્રસ્તાવ કર્યાં છે. જા કે હોબાળાને કારણે આ પ્રસ્તાવો પર ચર્ચા થવાની આશા ઘણી જ ઓછી છે. સંસદીય બાબતોના મંત્રી અનંત કુમારે જણાવ્યું કે, અમે વિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા માટે તૈયાર છીએ, કેમકે અમારી પાસે પૂર્ણ બહુમત છે. આ પહેલાં શુક્રવારે બંને પક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ ગૃહ યોગ્ય રીતે ન ચાલતાં રજૂ કરી શક્્યા ન હતા. તે દિવસે તેલંગાના રાષ્ટÙ સમિતિ, અન્નાદ્રુમક સહિત અનેક પક્ષોએ સાંસદ સ્પીકરની સીટ નજીક ધસી જઈને ભારે હોબાળો કર્યો હતો.
લોકસભા સચિવાલયને ત્રણ અવિશ્વાસ પ્રસ્તાવ અંગેની નોટિસ મળી છે. બે ટીડીપી અને એક વાયએસઆર કોંગ્રેસે આપ્યાં છે. જા ગૃહ ચાલશે અને સભ્યોની સંખ્યા પૂર્ણ રહે છે તો સ્પીકર પ્રશ્નકાળ પછી અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે.
ટીડીપીએ પોતાના સાંસદો માટે Âવ્હપ જાહેર કરી બજેટ સેશનના અંત સુધી હાજર રહેવાનું કÌšં છે. પાર્ટીના સાંસદ આર.એમ.નાયડૂએ કÌšં- અમે અવિશ્વાસ પ્રસ્તાવ માટે તમામ પાર્ટીઓના સપોર્ટ લેવા જઈ રહ્યાં છીએ. હવે તમામ પક્ષની જવાબદારી છે કે તેઓ અમને સહયોગ આપે. અમે ચર્ચા માટે વધુમાં વધુ સમર્થન ઈચ્છીએ છીએ. અમારા પ્રયાસો સરકારને તોડી પાડવાની નથી.
તો શિવસેનાના સાંસદ સંજય રાઉતે કÌšં કે, અમે વેઈટ એન્ડ વોચ કરીશું. અમે જાઈશું કે સ્પીકર અવિશ્વાસ પ્રસ્તાવને સ્વીકારે છે કે નામંજૂર કરી દે છે. ટીડીપીના પોતાના રાજ્યના મુદ્દાઓ છે અને અમે તેમનું સ્વાગત કરીએ છીએ. હજુ સુધી અમે કંઈજ નક્કી નથી કર્યું. પ્રસ્તાવ અંગે ઉદ્ધવ ઠાકરે જ નક્કી કરશે.
૨૦૧૪માં મોદી સત્તા પર આવ્યાં પછી પહેલી વખત અનેક પાર્ટી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી છે. અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ ટીડીપીના ટી. નરસિમ્હન અને વાયએસઆર કોંગ્રેસના વાઈ.વી.સુબ્બારેડ્ડીએ આપ્યો હતો. શુક્રવારે તેને સ્પીકર સુમિત્રા મહાજને સ્વીકાર કર્યો ન હતો અને ગૃહની કાર્યવાહી દિવસ ભર માટે સ્થગિત કરી દીધી હતી. સુમિત્રા મહાજને કÌšં હતું કે, પ્રસ્તાવમાં ગૃહ સમક્ષ રાખવા માટે બાધ્ય છે, પરંતુ તેના માટે ગૃહને વ્યવÂસ્થત થવું પડશે. ગૃહમાં જે વાતાવરણ છે, તેમાં તેના માટે પ્રસ્તાવના સમર્થન અને વિરોધ કરનારા સભ્યોની ગણતરી સંભવ નથી.
ટીડીપી આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી રહ્યાં છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે તેઓ વિશેષ પેકેજ આપવા તૈયાર છે. જેનાથી નારાજ ટીડીપી કેન્દ્ર સરકાર અને દ્ગડ્ઢછથી અલગ થઈ ગઈ છે. તો બીજી બાજુ, વાયએસઆર કોંગ્રેસ રાજ્યમાં પોતાની શાખ બનાવવા માટે પહેલાં જ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાના પ્રયાસમાં છે.
સંસદમાં સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે ઓછામાં ઓછા ગૃહના ૫૦ સભ્યોના સમર્થનની જરૂરિયાત હોય છે. ટીડીપી નેતા સી.એમ.રમેશે કÌšં હતું કે, સોમવાર સુધીમાં અમે અલગ અલગ પાર્ટીઓના ૫૪ સાંસદોના હસ્તાક્ષર લઈ આવશું અને જે બાદ પ્રસ્તાવને જારદાર રીતે આગળ વધારીશું. જા વાયએસઆર કોંગ્રેસ અને ટીડીપીના સાંસદ બંને અવિશ્વાસ પ્રસ્તાવ માટે સમર્થન આપી દે તો પણ સરકાર વિરૂદ્ધ પ્રસ્તાવ ન લાવી શકાય, કેમકે જ્યાં ટીડીપીની પાસે ૧૬ સાંસદ છે તો વાયએસઆર કોંગ્રેસના ૯ સાંસદ છે. બંનેના આંકડા મળીને માત્ર ૨૫ પર જ પહોંચે છે.
કોંગ્રેસે હાલ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. જા કે મોદી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાના મામલે ટીડીપીની સાથે કોંગ્રેસ, છૈંસ્ૈંસ્ અને લેફ્ટ પાર્ટીઓ જાવા મળી રહી છે. કોંગ્રેસની પાસે હાલ ૪૮ સીટ છે. તો ઝ્રૈઁં પાસે ૯ અને છૈંસ્ૈંસ્ની પાસે ૧ સીટ છે.
ઉલ્લેખનીય છે કે એનડીએમાં ૫૬ પાર્ટીઓ છે. જેના કુલ ૩૧૪ સાંસદ છે. સ્પીકર સહિત ભાજપના ૨૭૫ સાંસદો છે. લોકસભામાં કુલ સીટ ૫૪૦ છે. જેમાં બહુમત માટે ૨૭૧નો આંકડો જાઈએ.જા કે શિવસેનાએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને લઇને હજી સુધી પોતાનો નિર્ણય નથી સંભળાવ્યો. શિવસેનાના સંજય રાઉતે કÌšં કે ટીડીપીનો પોતાના રાજ્ય માટે મુદ્દે છે અને અમે તેનું સન્માન કરી છીએ. પણ હજી સુધી આ મામલે શિવસેનાએ કોઇ નિર્ણય નથી લીધો. બીજી તરફ સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે તે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. જા કે હાલ તો ૧૨ વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. અને રાજ્યસભામાં પણ આ અંગે વિરોધ પ્રદર્શન થતા તેની કાર્યવાહી પણ કાલ સુધી સ્થગિત કરવામાં આવી છે.
આભાર – નિહારીકા રવિયા