Main Menu

ગવાસ્કરના નાગિન ડાન્સે સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી

કોલંબો,તા.૧૯
નિદહાસ ટ્રોફીના ફાઇનલ મુકાબલામાં પૂર્વ ક્રિકેટર અને ટીવી કોમેન્ટેટર સુનીલ ગવાસ્કરે કોમેન્ટ્રી બોક્સમાં નાગિન ડાન્સ કરી ખૂબ ચર્ચામાં છે. મેચમાં ભારતે ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશે ૨૦ ઓવરમાં ૧૬૬ રન બનાવ્યા હતા અને ટીમ ઇÂન્ડયાને જીત માટે ૧૬૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ટીમ ઇÂન્ડયાની તરફથી સલામી બેટસમેન શિખર ધવન તો ૧૦ રન બનાવી આઉટ થઇ ગયો પરંતુ તોફાની બેટિંગ રોહિત શર્માએ ચાલુ રાખી. તેણે ૩૫ બોલમાં ૫૦ રન ફટકાર્યા. તેણે લોકેશ રાહુલની સાથે મળી જારદાર બેટિંગ કરી. જ્યારે રોહિત શર્મા તાબડતોડ બેટિંગ કરી રહ્યાં હતા ત્યારે સુનીલ ગવાસ્કરે કોમેન્ટ્રી બોક્સમાં જ નાગિન ડાન્સ કર્યો હતો. તે સમયે બાંગ્લાદેશી બોલર્સ રૂબેલ હુસૈન બોલિંગ કરી રહ્યાં હતા. ગવાસ્કર નાગિન ડાન્સ કરી રહ્યા હતા ત્યારે ૯.૧ ઓવરમાં ભારતે ૨ વિકેટના નુકસાન પર ૮૨ રન બનાવ્યા હતા. ગવાસ્કરનો આ વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.