Main Menu

ધોનીએ જાતે જ ‘એ-પ્લસ’ ગ્રેડમાંથી પોતાનું નામ હટાવ્યું..!!

ન્યુ દિલ્હી,તા.૧૯
ભારત વતી રમતા ક્રિકેટરો માટે ક્રિકેટ બોર્ડ દ્વારા જે સેન્ટ્રલ કાન્ટ્રૅક્ટો નક્કી કરવામાં આવતા હોય છે એમાં આ વખતે સર્વોચ્ચ ગ્રેડમાંથી મહેન્દ્રસિંહ ધોનીને કાઢી નાખવામાં આવ્યો હોવાની જે માન્યતા થોડા દિવસથી પ્રવર્તે છે એનાથી વિરોધાભાસી (ખાસ કરીને ખુલાસારૂપી) અહેવાલ ક્રિકેટ બોર્ડનું સંચાલન કરતી કમિટી આૅફ ઍÂડ્‌મનિસ્ટ્રેટર્સ (સીઓએ)ના ચૅરમૅન વિનોદ રાયે આપ્યો હતો. તેમણે આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ભૂતપૂર્વ સુકાની ધોનીએ પોતે જ બોર્ડને કÌšં હતું કે ‘એ-પ્લસ’ નામના સર્વોચ્ચ ગ્રેડમાં ટોચના પર્ફોર્મરોને જ રાખવામાં આવે અને પોતાને એ ગ્રેડથી દૂર રાખવામાં આવે.
કુલ ૨૬ ક્રિકેટરોને સેન્ટ્રલ કાન્ટ્રૅક્ટ આપવામાં આવ્યા છે અને એ બધામાંથી વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, ભુવનેશ્ર્વર કુમાર અને જસપ્રીત બુમરાહને વાર્ષિક ૭ કરોડ રૂપિયાના પગારવાળા ‘એ-પ્લસ’ ગ્રેડમાં સમાવવામાં આવ્યા છે. ધોનીને પાંચ કરોડ રૂપિયાના પગારવાળી ‘એ’ કૅટેગરીમાં મૂકવામાં આવ્યો છે.
સીઓએમાં વિનોદ રાય ઉપરાંત ભૂતપૂર્વ ભારતીય મહિલા કૅપ્ટન ડાયના એદલજીનો પણ સમાવેશ છે. વિનોદ રાયે કÌšં હતું કે ‘એ-પ્લસ કૅટેગરી ખુદ ખેલાડીઓએ જ સૂચવી હતી. અમે એ સંબંધમાં ધોની-વિરાટ સાથે ચર્ચા કરી હતી. એ બન્નેએ સૂચવ્યું કે વિશ્ર્વસ્તરે ભારત વતી સર્વોત્તમ પર્ફોર્મ કરતા અને ત્રણેય ફાર્મેટ (ટેસ્ટ, વન-ડે, ટી-ટ્‌વેન્ટી)માં રમતા ખેલાડીઓ માટેની એક સર્વોચ્ચ કૅટેગરી હોવી જાઈએ. ધોની-વિરાટે અમને એવું પણ કÌšં કે એ સર્વોચ્ચ કૅટેગરી એવી હોવી જાઈએ જેમાં સર્વોત્તમ પર્ફોર્મ કરતા પ્લેયરોનો જ સમાવેશ હોવો જાઈએ અને એ સ્તરને છાજે એવું સારું ન રમતા પ્લેયરોની એમાંથી બાદબાકી પણ થવી જાઈએ. ધોની-વિરાટનો આ અવ્વલ કૅટેગરી રાખવા પાછળનો એવો હેતુ હતો કે સૌથી સારું રમતા ખેલાડીઓને એ મુજબનું મહેનતાણું મળવું જાઈએ.’