Main Menu

રણવીર સિંહને બોલીવુડ સ્ટાર બનાવવા પાછળ રણબીર કપૂરનો હાથ..!!

મુંબઈ,તા.૧૯
રણવીર સિંહે ૮ વર્ષમાં સફળતાની એ ઊંચાઇઓને આંબી લીધી છે જ્યાં પહોંચવું દરેક અભિનેતાનું સપનું હોય છે. રણવીરે તેના દરેક પાત્રને બખુબી નિભાવ્યું છે. એ પછી ‘ગોલીયોં કી રાસલીલા રામલીલા’માં ગુજરાતી છોકરાનું પાત્ર હોય કે ‘પદ્માવત’માં અલાઉદ્દીન ખિલજીનું. રણવીરે એવા પાત્રો નિભાવ્યા છે જે યાદગાર બની ગયા છે. આ દરમિયાન રણવીર એક ઇવેન્ટમાં પહોંચ્યો હતો અને ત્યાં તેણે ૮ સાલ જુની પોતાના કેરિઅર વિશેની એક વાત કહી હતી.
રણવીર સિંહે બોલિવુડમાં ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’થી શરૂઆત કરી હતી. રણવીરે પોતાની આ પ્રથમ ફિલ્મ વિશે એવી વાત જણાવી જે લોકો જાણતા નહીં હોય. રણવીર સિંહે કÌšં, “રણબીર કપૂરે ‘બેન્ડ બાજા બારાત’માં કામ કરવાની ના કહી દીધી. ત્યારબાદ આ ફિલ્મ મને આૅફર થઇ હતી. યશરાજ ફિલ્મસ એક નવા ચહેરાની શોધ કરી રહ્યા હતા અને આ રીતે આ રાલ મને મળ્યો હતો.”
રણવીરે કÌšં, “હું ના તો કોઇ વિડીયોમાં દેખાયો હતો અને ના તો ક્્યારેય મોડલિંગ કરી હતી. અચાનક રાલ મળવો એ મારા માટે સપનાથી ઓછું નહોતું. હું લગભગ ૩ વર્ષ સુધી હાથમાં પોર્ટફોલિયો લઇને ફર્યો હતો.” રણવીર સિંહને બોલિવુડમાં એનર્જેટિક હીરો તરીકે ઓળખવામાં આવે છે.
આ સાથે જ રણવીર સિંહે કÌšં, “હું પહેલીવાર લાઇમલાઇટમાં આવવાથી ઘણો નર્વસ હતો. ફિલ્મ રિલીઝ થયાનાં ૩ દિવસ પછી લોકોએ મને ઓળખવાનું શરૂ કર્યું હતું. ત્યારે મને એ નહોતી ખબર કે આ બધી વાતો સાથે કઇ રીતે ડીલ કરવી જાઇએ.”