Main Menu

છૂટાછેડા બાદ ઋતિક-સુઝેન એકબીજા સાથે હાલિડે પર જશે..!!

ઋત્વક રોશન-સુજૈન કાનની પ્રેમકહાણી તલાક બાદ પણ જાવા મળે છે. જ્યાં બંનેના ફરી લગ્નની વાતે સામે આવી રહી છે. તો બીજી તરફ બંને જલ્દી હાલિડે પર જવાનો પ્લાન બનાવી રહ્યાંના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. એક મળતા અહેવાલ મુજબ ઋÂત્વક અને સુજૈન એકસાથે ગોવા ફરવા જઇ રહ્યાં છે.
આમ પણ છુટાછેડા લીધા બાદ પણ બાળકો માટે બંને ઘણીવખત એકસાથ જાવા મળ્યાં છે. પંરતુ આ પહેલી વાર હશે કે કે તેઓ બંને બાળકો વગર હાલિડે પર જશે. આ પ્રવાસ એટલા માટે પણ ખાસ છે કે આ બંને એક-બીજાને સમય આપવા ઇચ્છે છે. બનારસમાં અપકમિંગ ફિલ્મ સુપર ૩૦નું શૂટિંગ પુરુ કરી ઋÂત્વક રોશન ૨૨ માર્ચે સુજૈન સાથે ગોવા જશે.
એક અહેવાલ મુજબ ઋÂત્વક રોશન સુજૈન સાથે છુટાછેટા બાદ ચાર વર્ષ પછી ફરીથી લગ્ન કરે તેવી અટકળો ચાલી રહી છે. ઋÂત્વક રોશન અને સુજૈને ૨૦૧૪માં છુટાછેડા લીધા હતા. જા કે ત્યારબાદ પણ બંને સારા મિત્રો બની રહ્યાં છે.
સૂત્રોની જાણકારી મુજબ ઋÂત્વક અને સુજૈન એકસાથે ઘણો સમય સાથે રહે છે. બંને પોતાના બાળકોની પરવરિશમાં કોઇ કમી ન રહે તેની કાળજી રાખે છે. તેઓ વિચારે છે કે માતા-પિતાના અલગ રહેવાની બાળકો પણ કોઇપણ ખરાબ અસર ન પડે. આ જ કારણોસર બંને ફરી સાથે રહેવાનું વિચારી રહ્યાં છે.
આભાર – નિહારીકા રવિયા