Main Menu

વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે પરેશ ધાનાણીએ પોઇન્ટ ઓફ ઓર્ડર રજૂ કર્યો

ગાંધીનગર,તા.૨૦
ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉપÂસ્થત કર્યો છે.અધ્યક્ષ સામે અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે પોઇન્ટ ઓફ ઓર્ડર રજૂ કરાયો છે. શૈલેષ પરમારે ૨૮ ફેબ્રુઆરીએ અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
દરખાસ્ત રજૂ થવા છતાં પણ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરાયો નથી. પરેશ ધાનાણીએ કÌšં કે ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ બાબતે ચર્ચા કરવી જાઇએ. વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે ગૃહમાં પ્રદીપ સિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે.
નિયમ પ્રમાણે ૧૪ દિવસની નોટિસ આપી છે. ચર્ચા માટે સરકાર સંપૂર્ણ તૈયાર છે.કોંગ્રેસે ગૃહમાં હોબાળો કર્યો તેમ છતાં અધ્યક્ષે સંચાલન કર્યુ છે. આ સંદર્ભે પોઇન્ટ ઓફ ઓર્ડરનો મુદ્દો ઉપÂસ્થત થતો નથી. બીજી તરફ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. ગૃહની ગરીમા જળવાય તે મુજબ ચર્ચા થવી જાઇએ. અધ્યક્ષની ગરીમા જળવાય તે જરૂરી છે.
અધ્યક્ષ સામે મતદાન આવે તે યોગ્ય નથી. બંને પક્ષે ચર્ચા માટે લોકો બેસે. પરંપરાને ધ્યાનમાં રાખી ચર્ચા કરવામાં આવે. અને કોને કેટલો સમય આપવો તેનો અધ્યક્ષને અધિકાર છે.