Main Menu

સીરિયાના ઘોઉટામાં એક શાળા પર ૩ મિસાઈલ ઝિંકાઈ,૧૫ બાળકોના મોત

ઘોઉટા,તા.૨૦
યુદ્ધગ્રસ્ત સીરિયાના પૂર્વે ઘોઉટા શહેરમાં એક શાળા પર થયેલા હવાઈ હુમલામાં ૧૫ માસુમ બાળકોના મોત થયાં છે. આ હુમલામાં બે મહિલાઓ પણ મોતને ભેટી છે. બોમ્બ હુમલાથી બચવા આ તમામ શાળાના ભોંયતળિયામાં છુપાયેલા હતાં તે દરમિયાન જ આ ઘટના ઘટી હતી.
સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યૂમન રાઈટ્‌સના જણાવ્યા પ્રમાણે ઘૌટામાં વિદ્રોહીઓ જ્યાં પોતાનો કબજા જમાવીને બેઠા છે તે અરબીનમાં આ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. અહીં સીરિયન દળો સતત હુમલા કરી રÌšં છે.
બ્રિટનની ઓબ્ઝેર્વરી સંસ્થાના પ્રમુખ રમી અબ્દેલ રહેમાને કÌšં હતું કે, આજે એક હવાઈ હુમલામાં ત્રણ મિસાઈલો શાળાના મકાન પર આવીને પડી હતી. અહીં બોમ્બથી બચવા બેઝમેન્ટનો સહારો લઈને છુપાઈને બેઠેલા શાળાના ૧૫ માસૂમ બાળકો મૃત્યું પામ્યાં હતાં. રહેમાનના જણાવ્યા પ્રમાણે બચાવકર્મીઓ હજી પણ જીવીત બાળકોને શોધી રહ્યાં છે.
સીરિયાઈ સુરક્ષા દળોએ પૂર્વી ઘોઉટામાં પોતાનું અભિયાન વધુ તેજ બનાવી દીધું છે. વિદ્રોહીઓના સૌથી મોટા ગઢ કહેવાતા શહેરનો સંપર્ક કાપી નાખવામાં આવ્યો છે. છેલ્લા એક જ મહિનામાં ૧૦૦૦થી પણ વધારે નાગરિકોના મોત નિપજ્યાં છે. સરકારી સૈનિકો અને સહયોગી મિલિશિયાએ ૧૮ ફેબ્રુઆરીએ પૂર્વ ઘોઉટા માટે પોતાનું અભિયાન હાથ ધર્યું હતું અને અડધાથી પણ વધારે ભાગ પર પોતાનો કબજા જમાવી લીધો હતો. અહીં હિંસા બંધ કરવાનું વૈશ્ચિક આહવાન પણ બિન-અસરકારક રÌšં છે.
આભાર – નિહારીકા રવિયા