Main Menu

આલેલે : અમરેલીમાં સાંતલી જળાશય નથી છતાં પણ સરકારે તેનો સૌની યોજનામાં સમાવેશ કર્યો

કોંગી ધારાસભ્‍ય વિરજી ઠુંમરે વિધાનસભામાં બોલાવી સટાસટી
અમરેલી, તા. 19
આજે વિધાનસભા ગૃહમાં સામાજીક ન્‍યાય અને અધિકારીતા વિભાગ, જળસંપત્તિ વિભાગ અને પાણીપુરવઠા વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં અમરેલી જિલ્‍લાના લાઠી વિધાનસભા મતવિસ્‍તારના ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્‍યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મ જયંતિ જે સરકાર ભૂલી જતી હોય અને નાણાં ન ફાળવી શકતી હોય તેવી સરકાર પાસે અમે આશાઓ લઈને આવ્‍યા હતા, ગુજરાતની પ્રજા પણ આશા રાખી રહી હતી, હવે એ આશાઓ કયારે પૂર્ણ થશે તે અંગે ગુજરાતની પ્રજા શંકા વ્‍યકત કરી રહી છે.
વધુમાં જણાવ્‍યું હતું કે, સૌની યોજના અંતર્ગત જામનગર જિલ્‍લાના રપ ડેમ, રાજકોટ જિલ્‍લાના ર3 ેમ, જૂનાગઢ જિલ્‍લાના 13 ડેમ,અમરેલી જિલ્‍લાના 1ર ડેમ, ર્ેારકાના 11 ડેમ, ભાવનગરના 10 ડેમ, મોરબી જિલ્‍લાના 6 ડેમો, સુરેન્‍દ્રનગર જિલ્‍લાના 6 ડેમ, પોરબંદર જિલ્‍લાના 4 ડેમ, બોટાદ જિલ્‍લાના 4 ડેમ તથા ગીર-સોમનાથ જિલ્‍લાનો 1 ડેમ ભરવાની વાત હતી. પ્રશ્‍નોત્તરીના જવાબમાં જણાવવામાં આવ્‍યું છે કે, સૌની યોજના અંતર્ગત ર1 ડેમો ભરવામાં આવ્‍યા છે અને તે માટે રૂા. 6671 કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે, જયારે કુલ બજેટ રૂા. 10 હજાર કરોડનું ફાળવવામાં આવ્‍યું છે. તો બાકીના 99 ડેમો ભરવા માટે સરકારે શું આયોજન કર્યુ છે ? સૌરાષ્‍ટ્રની જનતા ઘણા સમયથી પીવાના પાણી માટે તલસી રહી છે ત્‍યારે આ ડેમો ભરવા અત્‍યંત આવશ્‍યક છે. સરકારે પીવાના અને સિંચાઈના પાણી માટે તળાવો કે ડમો ભરવા એકસપ્રેસ લાઈનો નાંખી છે, એમાંથી ભારે મોટી ચોરી થાય છે, તે અંગે અનેક વખત તંત્રનું ઘ્‍યાન દોરવામાં આવ્‍યું છે, પરંતુતંત્ર આ ચોરી હજુ સુધી બંધ કરાવી શકી નથી. લોકો સુધી પાણી પહોંચાડવાના બદલે લોકો ર્ેારા સીધું એમાંથી પાણી લઈલેવામાં આવે છે છતાં તંત્રની આંખ ઉઘડતી નથી.
અમરેલી જિલ્‍લાની વાત કરતાં ઠુંમરે જણાવ્‍યું હતું કે, અમરેલી જિલ્‍લાના 1ર ડેમ ભરવાના છે, તેમાં સાંતલી ડેમનો પણ ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો છે. આ સાંતલી ડેમ કયાં આવ્‍યો છે તે હું સરકાર પાસેથીજાણવા માંગું છું. શનિ-રવિની રજામાં ટોર્ચ લઈને હું આ ડેમ શોધતો હતો પરંતુ તેકયાંય દેખાયો નથી. સરકાર ર્ેારા આમ ખોટી રીતે પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવે છે. આ વર્ષે ખેડૂતોને ઉનાળામાં સિંચાઈ માટે નર્મદાનું પાણી નહીં આપવાની સરકાર ર્ેારા જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે નર્મદામાં હાઈએસ્‍ટ પાણી આવ્‍યું હતું પરંતુ સરકાર ર્ેારા ખોટી રીતે તેને વેડફી નાંખવામાં આવ્‍યું છે.સી-પ્‍લેનની જેમ પાણી પણ ખોટી રીતે વેડફાઈ ગયું છે.
વધુમાં જણાવ્‍યું હતું કે, આજે બાવળા જે ઉદ્યોગોથી ધમધમતું થયું છે તે સ્‍વ. ચીમનભાઈની સરકાર વખતે ઝીરો ટેકસ માટે સ્‍થાપવા માટેનું આયોજન કર્યુ હતું તેને આભારી છે, એના કારણે આજે સૌરાષ્‍ટ્ર વિસ્‍તાર ઉદ્યોગ તરફ આગળ વઘ્‍યો છે અને હજી પણ આગળ વધી રહૃાો છે. ઉદ્યોગોનો ગમે તેટલો વિકાસ થાય પરંતુ ઉદ્યોગોમાથી અનાજ પેદા થવાનું નથી. આજે ખેડૂત મગફળી વેચી શકતો નથી અને મગફળી વેચવા માટે ભટકી રહૃાો છે. ખેડૂતોને તેની ખેતપેદાશના ટેકાના ભાવ નથી મળતા, જેના કારણે એ દુઃખી થઈ ગયો છે. બીજી બાજુ મગફળીના ગોડાઉનો, બારદાન વગેરે સળગાવી દેવામાં આવે છે. આ ખેડૂતો માટે સરકારનો વિરોધ તો નથી ને ? તેવી શંકા ઠુંમરે વ્‍યકત કરી હતી. ખેડૂતને જગતનો તાત કહેવાય છે એને ખેતી માટેપૂરતું પાણી આપવું જોઈએ, મફત વીજળી આપવી જોઈએ. મંત્રીએ આજે દરેક ધારાસભ્‍યને પોતાના વિસ્‍તારના પાંચ-પાંચ તળાવ ઉંડા કરવા સારૂ સૂચનો મોકલી આપવા જણાવ્‍યું છે ત્‍યારે સૌરાષ્‍ટ્રના ધારાસભ્‍યો પાસેથી દસ-દસ તળાવો ઉંડા કરવા સારૂ સૂચનો મંગાવવા જોઈએ તેવી માંગણી ઠુંમરે કરી હતી.


(Next News) »