Main Menu

કોંગ્રેસે જાતિવાદ ફેલાવ્યો, હવે પશ્ચાતા૫ માટે ધરણા કરે છે : નીતિન ૫ટેલ

ગાંધીનગર,તા.૯
કોંગ્રેસના યોજાયેલા ધરણા બાબતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન ૫ટેલે મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે કÌšં કે, કોંગ્રેસના ચાવવા અને દેખાડવાના દાંત જુદા છે. કોંગ્રેસ સત્તા મેળવવા માટે જાતિવાદ ફેલાવે છે. જાતિઓ વચ્ચે વિગ્રહ અને સંઘર્ષની Âસ્થતિનું નિર્માણ કરી રહી છે. આ નિમ્નકક્ષાના પ્રયાસોમાં
વિવિધ સમાજાને ઉશ્કેરીને રાજ્યની કાયદો-વ્યવસ્થાની Âસ્થતિ બગાડવામાં આવી છે.
કોંગ્રેસે અરાજકતા ફેલાવવાના કામ કર્યા છે. ચૂંટણી પુરી થઇ એટલે કોંગ્રેસને કોમી એખાલસતા યાદ આવી છે. કોંગ્રેસ હવે તેણે કરેલા કૃત્યોના ૫શ્ચાતા૫રૂપે ધરણા કરે છે ! રાહુલ ગાંધી કાંગ્રેસને ખતમ કરવાનું કામ કરી રહ્યા છે. દેશના દરેક મહાન નેતાઓ દરેક નાગરિકના છે, કોઇ ધર્મ કે સમાજ પુરતા નથી. કોંગ્રેસ આ
મહાન રાજકીય નેતાઓ ઉપર નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રાહ્યા છે. ૧૪મીએ બાબા સાહેબ આંબેડકરનો કાર્યક્રમ અમે કરીએ છીએ. કેટલાક લોકો કાંગ્રેસ અને સામ્યવાદીઓના ખોળે બેસીને બાબા સાહેબ સાથે અન્યાય કરી રહ્યા છે. કાંગ્રેસે બાબા સાહેબ સાથે અન્યાય કર્યો હતો.