Main Menu

ચીની બનાવટની વસ્તુઓનો બહિષ્કાર કરોઃ આરએસએસ

ગંગટોક,તા.૯
ચીનના વિસ્તારવાદના એજન્ડા પર પ્રહાર કરતા રાષ્ટÙીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નેતા ઇન્દ્રેશકુમારે ચીનના અર્થતંત્રને નબળું પાડવા ચીની બનાવટની વસ્તુઓનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી.
લશ્કરી માર્ગે ચીનને હરાવી શકાય એમ ન હોવાને કારણે ચીનના માલનો સામૂહિક બહિષ્કાર કરી તેનાં અર્થતંત્ર પર પ્રહાર કરવો જાઈએ, એમ તેમણે અહીં યોજાયેલા એક સમારોહમાં કÌšં હતું.
કોઈપણ દેશ ચીની બનાવટના માલનો બહિષ્કાર કરી તેને સરળતાથી હચમચાવી શકે છે, એમ ઇન્ડો-તિબેટન ફ્રેન્ડશિપ સોસાયટીના સ્થાપક ઇન્દ્રેશકુમારે કÌšં હતું.
ચીનના વિસ્તારવાદી એજન્ડા પર પ્રહાર કરતા તેમણે કÌšં હતું કે ભારતને ચારે તરફથી ઘેરવા ચીન, બંગલાદેશ, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને પાકિસ્તાન જેવા પડોશી દેશોને વિકાસની યોજનાઓને નામે ઉદારતાપૂર્વક વ્યાપક ભંડોળ પૂરું પાડી રÌšં છે.
ચીન સાથે મિત્રતાપૂર્ણ સંબંધ સ્થાપવાના ભારતના વરસોના પ્રયાસોને મળેલી નિષ્ફળતા અંગે બોલતા તેમણે કÌšં હતું કે ચીન ભરોસાપાત્ર ન હોવાને કારણે ભારત સહિત પડોશી દેશો સાથે મિત્રતાપૂર્ણ સંબંધ સ્થાપવા અંગે ચીન જે કંઈ કહે છે તેના પર આપણે વિશ્ર્વાસ ન કરવો.
આપણેં એ પણ સમજી લેવું જાઈએ કે ચીનનું પ્રતીક ડ્રેગન છે જે આગ ઓકે છે અને શિકારને ગળી જાય છે એમ જણાવી તેમણે ચેતવણી આપી હતી કે ચીનની વિસ્તારવાદની યોજનાને હળવાશથી લેવી જાખમી હશે.