Main Menu

ટ્રમ્પ સાથે મુલાકાત કરવા ઉત્સુક છું: કિમ

તાનાશાહ કિમ જાંગ ખતમ કરવા માગે છે એટમી હથિયાર : વ્હાઈટ હાઉસ

વાશિંગ્ટન,તા.૯
નોર્થ કોરિયા અને અમેરિકાની વચ્ચે એટમી હથિયારો મુદ્દે ટૂંક સમયમાં વાતચીત થશે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન મુજબ, નોર્થ કોરિયન તાનાશાહ કિમ જાંગ ઉન હથિયાર ખતમ કરવા ચર્ચા માટે તૈયાર છે. આ વાતની પુષ્ટી વ્હાઇટ હાઉસના એક સિનિયર અધિકારીએ કરી. ટ્રમ્પ અને કિમની મુલાકાત મેના અંતિમ મહિનામાં થઈ
શકે છે. થોડા દિવસો અગાઉ અમેરિકન પ્રેસિડન્ટ પણ તેના માટે સહમતિ જાહેર કરી ચૂક્્યા છે.
તાનાશાહ કિમ જાંગ પહેલા કહી ચૂક્્યા છે કે તે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે ઉત્સુક છે. સાથોસાથ કોરિયાઇ સબકોÂન્ટનન્ટમાં પરમાણુ હથિયાર ખતમ કરવા માટે પણ વાત કરશે. ઉલ્લેખનીય છે કે, તેની પર નોર્થ કોરિયા તરફતી કોઈ ઓફિશિયલ નિવેદન સામે નથી આવ્યું. જાકે, કિમ થોડા દિવસો
અગાઉ ચીનનો પ્રવાસ કરી ચૂક્્યા છે. આ દરમિયાન તેમણે ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે વાત થઈ હતી.
ગયા મહિને સાઉથ કોરિયા એક ડેલિગેશન નોર્થ કોરિયાના પ્રવાસે ગયું હતું. ત્યારબાદ આ ડેલિગેશન અમેરિકા ગયું. જ્યાં ડેલિગેશને ડોનાલ્ડ ટ્રમ્પને કÌšં કે કિમ જાંગે તેમને મીટિંગ માટે આમંત્રિત કર્યા છે.
અમેરિકન પ્રેસિડન્ટે આખ પ્રસ્તાવને માની લીધો છે. ટ્રમ્પના આ નિર્ણયથી સૌ ચોંકી ગયા છે. ટ્રમ્પે નોર્થ કોરિયાના તાનાશાહ સાથે મે મહિનામાં મળવાની સહમતિ દર્શાવી છે. બંને નેતાઓની વચ્ચે આ પહેલી મુલાકાત હશે.