Main Menu

અમેરિકાની સેનાને મદદ કરવાના નિર્ણયનો ગુગલના જ કર્મચારીઓએ વિરોધ કર્યો

ગુગલના કર્મીઓએ સુંદર પિચાઈને પત્ર લખી સૈન્યને મદદના પ્રોજેક્ટથી દૂર થવા કહ્યું
સાન ફ્રાÂન્સસ્કો,તા.૯
વિશ્વના ટોચના સર્ચ એÂન્જન ગુગલ દ્વારા અમેરિકાની સેનાને મદદ કરવાના નિર્ણયનો હવે ગુગલના જ કર્મચારીઓએ વિરોધ કર્યો છે. ગુગલના કર્મચારીઓએ સીઇઓ સુંદર પિચાઇને પત્ર લખી અમેરિકન સૈન્યને મદદ કરવાના પ્રોજેક્ટથી કંપની છેડો ફાડે તેવી માંગ કરી છે. કર્મચારીઓનું કહેવું છે કે ગુગલનું આ પગલું
એ ગુગલના મૂળભૂત મુલ્યો વિરૂદ્ધનું છે.
સર્ચ એÂન્જન ગુગલ અમેરિકાના સંરક્ષણ મંત્રાલય સાથે એક એવા પ્રોજેક્ટ પર કામ કરી રÌšં છે કે જે અમેરિકાની સેનાને ડ્રોન હુમલા વડે ચોક્કસ ટાર્ગેટ સાધવામાં મદદ કરી શકે છે. જા કે ગુગલની આ મદદ સામે હવે ગુગલના જ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. ગુગલના અંદાજે ૩૧૦૦ કર્મચારીઓએ ગુગલના
સીઇઓ સુંદર પિચાઇને પોતાની સહી સાથે લખેલા પત્રમાં માંગણી કરી છે કે કંપની મેવેન પ્રોજેક્ટથી છેડો ફાડી નાંખે.
સુંદર પિચાઇને લખેલા પત્રમાં કર્મચારીઓએ જણાવ્યું છે કે. અમે માનીએ છીએ કે ગુગલે યુદ્ધ સાથે જાડાયેલી બાબતોમાં ભાગ લેવો જાઇએ નહીં. આથી અમે માંગણી કરીએ છીએ કે મેવેન પ્રોજેક્ટને રદ્દ કરવામાં આવે. લેખિતમાં એક નીતિ બનાવીને તેને સાર્વજનિક કરવામાં આવે અને ગુગલ કે તેના કોઇ સમર્થક યુદ્ધમાં
ઉપયોગ થનારી ટેકનિક નહીં બનાવે તેના પર અમલ કરવામાં આવે. અમેરિકાના વર્તમાનપત્ર ધ ન્યુયોર્ક ટાઇમ્સના મતે આ પત્રને સમર્થન જાહેર કરનારાઓમાં અનેક એÂન્જનિયર પણ સામેલ છે. ગુગલના કર્મચારીઓ અગાઉ પણ કંપનીના ટોચના મેનેજમેન્ટ પ્રત્યે નારાજગી દર્શાવી ચૂક્્યા છે. ગુગલના દુનિયાભરમાં
અંદાજે ૮૮ હજાર કર્મચારી છે.
આ પત્રમાં એ ભય પણ વ્યક્ત કરવામાં આવ્યો છે કે અમેરિકાના સંરક્ષણ
આભાર – નિહારીકા રવિયા મંત્રાલયના પ્રોજેક્ટમાં ભાગીદારી કંપનીની પ્રતિષ્ઠાને ક્્યારેય ભરપાઇ ન શકાય તેવું નુકસાન પહોંચાડી શકે છે. કેમકે ભાગીદારી કરીને કંપની પોતાની નૈતિક જવાબદારીને નજરઅંદાજ કરવા ઉપરાંત પોતાના ઉપભોક્તાઓના વિશ્વાસને પણ દાવ પર લગાવી રહી છે.