Main Menu

કાશ્મીરની પ્રજા પોતાની આઝાદી અને અÂસ્તત્વ માટે લડાઈ લડી રહી છે : પાક.પીએમ

અફઘાન-પાક વચ્ચે જમીનનો એકબીજા વિરુદ્ધ ઉપયોગ ન થવા દેવા સહમતિ સધાઈ
ઈસ્લામાબાદ,તા.૯
પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ ફરી કાશ્મીર મામલે ચંચુપાત કરી આંતરરાષ્ટÙીય સમુદાયને હસ્તક્ષેપ કરવા જણાવ્યું છે. બીજી તરફ ભારતને ઘેરવા પાકિસ્તાને હવે અફઘાનિસ્તાન સમક્ષ પણ મૈત્રીનો હાથ લંબાવ્યો છે. પાકિસ્તાની પીએમની તાજેતરની અફઘાનિસ્તાન યાત્રા દરમ્યાન બંને દેશોએ
પોતાની જમીનનો એકબીજા વિરૂદ્ધ ઉપયોગ ન થવા દેવા સહમતિ સાધી છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ ફરી કાશ્મીર રાગ આલાપ્યો છે. કાશ્મીર સોલિડેરિટી દિવસની ઉજવણી પ્રસંગે સંબોધિત કરતા શાહિદ ખાકાન અબ્બાસીએ જણાવ્યું કે આંતરરાષ્ટÙીય સમુદાયે ભારતના કાશ્મીરમાં થઇ રહેલા કથિત અત્યાચાર વિરૂદ્ધ અવાજ ઉઠાવવો જાઇએ. જ્યાં સુધી કાશ્મીરીઓને
તેમનો હક નહીં મળે ત્યાં સુધી પાકિસ્તાન તેની રાજકીય અને નૈતિક મદદ કરતું રહેશે.
કાશ્મીરમાં થઇ રહેલા કથિત અત્યાચારના વિરોધમાં પાકિસ્તાનના ઇસ્લામાબાદ સહિત અનેક શહેરોમાં પ્રદર્શન યોજાયા. કરાચીથી ખૈબર સુધી અનેક શહેરોમાં રેલી કાઢવામાં આવી. જેમાં લોકોએ ભારત વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઇ શહબાઝ શરીફે જણાવ્યું કે ભારતમાં
કાશ્મીરની પ્રજા પોતાની આઝાદી અને પોતાના અÂસ્તત્વની લડાઇ લડી રહી છે.
કાશ્મીર અંગે કરેલા નિવેદન ઉપરાંત પાકિસ્તાની વડાપ્રધાનની અફઘાનિસ્તાનની યાત્રા પ્રવાસ પણ ચર્ચામાં રહ્યો. શાહિદ ખાકાન અબ્બાસીએ અફઘાનિસ્તાનની યાત્રા દરમ્યાન અફઘાનિસ્તાનના રાષ્ટÙપતિ અશરફ ગની અને ચીફ એÂક્ઝક્્યુટીવ અબ્દુલ્લાહ અબ્દુલ્લાહ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ એ બાબત
પર સહમતિ વ્યક્ત કરી કે અફઘાનિસ્તાનની સમસ્યાનો સૈન્ય વડે કોઇ ઉકેલ આવે એ શક્્ય નથી. અફઘાનિસ્તાન મામલાનો સૌથી સચોટ ઉપાય રાજનૈતિક ઉપાય છે.
બંને નેતાઓએ સંયુક્ત નિવેદન જાહેર કરી જણાવ્યું કે બંને દેશો એકબીજા વિરૂદ્ધ નિવેદનબાજી કરવાથી દૂર રહેશે. બંને દેશોએ શાંતિ જાળવી રાખવા સાત સુત્રીય એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં બંને દેશો વચ્ચે ઉદ્દભવનારા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્લાનમાં સૌથી મુખ્ય વાત એ છે કે બંને દેશો
પોતપોતાની જમીનનો એકબીજા વિરૂદ્ધ ઉપયોગ નહીં થવા દે.