Main Menu

બીજા શહેરના આરટીઓમાં ડ્રાઈવિંગ લાઈસન્સ રિન્યુઅલ માટે એનઓસીની જરૂર નહીં પડે..!!

અમદાવાદ,તા.૯
ડ્રાઈવિંગ લાયસન્સ ઈશ્યૂ કરનાર આરટીઓ સિવાય અન્ય આરટીઓમાં એડ્રેસ બદલવા, ડુÂપ્લકેટ લાઇસન્સ કઢાવવા તેમજ લાઇસન્સ રિન્યૂ કરવા અરજી કરવામાં હવે એનઓસીની જરૂર નહિ પડે, કારણ કે પહેલાં એક શહેરમાંથી લાઇસન્સ કઢાવ્યા બાદ બીજા શહેરમાં જવાની Âસ્થતિમાં જે શહેરનું લાઇસન્સ હોય તે
આરટીઓમાંથી એનઓસી લાવ્યા વગર કોઈ પણ ફેરબદલ થતી ન હતી ત્યારે વાહનવ્યવહાર વિભાગ દ્વારા રાજ્યના તમામ આરટીઓમાં એનઓસીની પ્રથા ગુરુવારથી બંધ કરવામાં આવી છે.
રાજ્યમાં હવે સારથિ-૪ સોફ્ટવેર અપડેટ થતાં તેમાંથી તમામ વિગતો મેળવી લાઇસન્સ અંગેની કોઈ પણ કાર્યવાહી કરવા માટે રાજ્યના પરિવહન વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ લાઇસન્સ અંગેની એનઓસી મેન્યુઅલી આપવી નહીં તેમજ જા અન્ય રાજ્ય માટે જરૂરી હોય તો સારથિ-૪ દ્વારા જ એનઓસી આપવી. ગુજરાત બહારથી આવતા લાઇસન્સ માટે એનઓસી જાઇશે તેમજ રાજ્ય બહાર જતા નાગરિકોને એનઓસી આપવામાં
આવશે.
આરટીઓમાં વર્ષ ર૦૧૦થી કમ્પ્યૂટરાઇઝ્ડ સિસ્ટમ શરૂ થઈ છે. આ અગાઉના ડેટા કમ્પ્યૂટરમાં ન હોય અને લાઇસન્સમાં કોઈ ફેરફાર કરવાનો હોય તો બેકલોગ તરીકે એન્ટ્રી કરી સુધારા કરવાના રહેશે. વિદેશ જવા માટે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ માટે એપોઇન્ટમેન્ટની ઝંઝટમાંથી છુટકારો આપવામાં આવે છે, જે
અંગેના પરિપત્રમાં જણાવ્યા મુજબ આવા કિસ્સામાં ઉમેદવાર સીધા આરટીઓમાં જઇ કાર્યવાહી કરી શકશે.
હાલ આરટીઓ માટે અરજદારે pટ્ઠિૈvટ્ઠરટ્ઠહ.ર્ખ્તv.ૈહ વેબસાઈટ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે, જેમાં અરજી નંબર ગ્રાહકે રાખવાનો રહેશે, એ અરજી નંબરના આધારે જે તે આરટીઓમાં જઈને નિયત ફી ભરવાની રહેશે. ત્યારબાદ તંત્ર દ્વારા જે તે અરજીની ચકાસણી કરવામાં આવશે, જેના આધારે લાઇસન્સ રિન્યૂ
અથવા તો સરનામામાં ફેરફાર કે પછી ડુપ્લિકેટ લાઇસન્સ કચેરીમાંથી કાઢી અપાશે.