Main Menu

રાજકોટમાં બે ભાઈઓની હત્યાનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ

રાજકોટ,તા.૯
શહેરનાં ગોંડલ રોડની સીમા પર રવિવારે સવારે બે માસિયાઇ ભાઇઓ પર તેમનાં જ કૌટુંબિક ભાઇઓ અને ભત્રીજાઓએ હુમલો કરી દીધો હતો. આ બબાલમાં ભાઇ-ભત્રીજાઓએ તલવાર-ધારીયા અને છરીનાં ઘા મારીને બંનેને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. આ આખી ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. આ
વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
આ વિવાદ ઘાસનાં થડા એટલે કે ઘાસની વેચવા માટે નક્કી કરેલી જગ્યાના વિવાદમાં થયો હતો. સામાન્ય બાબલમાં ભાઇઓએ જ તેમનાં ભાઇઓની હત્યા કરી નાખી છે. આ ઘટનામાં જેસીંગ મેરામભાઇ શિયાળિયા અને વેજાભઆઇ ખીમા ભાઇ અલોગતરની હત્યા થઇ ગઇ છે.
આ હત્યામાં ભાઇઓ મેલા વરજંગ શિયાળિયા અને નવધણ વરજાંગ તેમજ ભત્રીજા લાલો ઉર્ફે વિશાલ મેલા અને કરણ ઉર્ફે ગીગો વરજાંગ તલવાર ધારીયા અને છરીથી તેમનાં પર તૂટી પડ્યા હતાં. આ આખી ઘટનામાં તેમને બચાવવા પડેલાં માસિયાઇ ભાઇ વેજાભાઇ અલગોતરને પણ હુમલાખોરોએ રહેંસી નાખ્યા હતાં
અને બાદમાં ઘટના સ્થળેથી ભાગી ગયા છે.