Main Menu

૨૦૧૯ લોકસભા ચૂંટણી : રાહુલ ગાંધી મેદાને,દલિત-પછાત વર્ગો પર વિશેષ ધ્યાન

ન્યુ દિલ્હી,તા.૯
આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પક્ષમાં મોટા ફેરફાર કરી રહ્યા છે. તેઓ કોંગ્રેસને કેડર બેઝડ પાર્ટીમાં ફેરવી રહ્યા છે.રાહુલ ગાંધી જાણે છે કે આગામી ચૂંટણી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે લડવાની છે એટલે તેઓ અત્યારથી જ સંગઠનને મજબૂત કરવાની કવાયતમાં છે..
કોંગ્રેસની કેડર ભાજપની જેમ મજબૂત નથી એટલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પક્ષને કેડર બેઝ્ડ બનાવી મજબૂત કરવા મથી રહ્યા છે. આ માટે કોંગ્રેસના કાર્યકરોનો ડેટા બેઝ તૈયાર કરાઈ રહ્યો છે. જે બાદ દરેક કાર્યકરને પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જાડાશે. પક્ષના કાર્યકરને વોટ્‌સએપ અને જીસ્જીથી જાડી પક્ષનું કામ સોંપાશે. કોંગ્રેસના ઓડિયો વિઝ્યુઅલ કેમ્પેઈનને સોશિયલ મીડિયા દ્વારા કાર્યકરો સુધી પહોંચાડવામાં આવશે. કોંગ્રેસના કાર્યકરોને ટ્રેનિંગ પણ અપાશે. જેથી કાર્યકરોને પક્ષની વિચારધારા અને કાર્યક્રમની યોગ્ય માહિતીથી અપડેટ રખાય કોંગ્રેસ દ્વારા નેહરુ-ગાંધી વિચારધારાને જનતા સમક્ષ લઈ જવાની રણનીતિ ઘડાઈ રહી છે. જેમાં કાર્યકર્તાને જ કોમ્યુનિકેશનનું માધ્યમ બનાવાશે. જે ગલી-મહોલ્લામાં જઈ જનતાને સમજાવશે સાથે જ પક્ષના મોટા નેતાઓ કાર્યકરો સાથે ફોન દ્વારા સંપર્કમાં રહેશે અને તેમનું ફોલોઅપ કરતા રહેશે.
પક્ષ દ્વારા કાર્યકરો માટે એક બૂકલેટ બનાવવાની પણ તૈયારી થઈ રહી છે. જેથી કાર્યકરોને પ્રચાર બીજા કોઈ પર આધાર રાખવો ન પડે. આ કાર્યક્રમને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના પ્રચાર માટે અસરકારક રીતે શરૂ કરવાની યોજના ઘડાઈ રહી છે. ભાજપ અને કોંગ્રેસમાં ફરક એ છે કે ભાજપના મોટાભાગના કાર્યકરો સંઘના બેકગ્રાઉન્ડવાળા હોય છે. જેને સંગઠન મજબૂત કરવાનું કામ સોંપાય છે. રાહુલ ગાંધીએ પણ આ પ્રમાણે જ કેડર બેઝ્ડ પાર્ટી બનાવવાની જવાબદારી અશોક ગેહલોતને સોંપી છે. અશોક ગેહલોત પક્ષના યુવા નેતાઓ અને દ્ગજીૈંં ના નેતાઓને પક્ષ સાથે જાડશે. સમર્પણ ભાવના વાળા કાર્યકરોની ફોજ તૈયાર કરશે.
અનેક રાજ્યોમાં ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરી ચાલુ છે. ડેટા એનાલિસીસ ડિપાર્ટમેન્ટની દેખરેખ હેઠળ કામ ચાલુ છે. પાર્ટીએ શÂક્ત એપ લોન્ચ કરી છે. દરેક બૂથમાંથી કમસે કમ બે અને બ્લોકમાંથી ૪૦૦ કાર્યકરોને આ એપ સાથે જાડી ડેટાબેઝ તૈયાર થઈ રહ્યો છે. દરેક જિલ્લાઓને ટાર્ગેટ અપાયો છે. સભ્યપદ માટે આ પ્રકારનું અભિયાન પહેલીવાર ચલાવાઈ રÌšં છે. જે કાર્યકર્તા તેના બૂથ કે બ્લોકના સૌથી વધુ કાર્યકરોને જાડશે તેને રાહુલ ગાંધી સાથે મુલાકાતની તક અપાશે. આ ડિજીટલ અભિયાનમાં પહેલા નંબરે આવનાર કાર્યકર્તાને બ્લોક કોંગ્રેસનો અધ્યક્ષ બનાવાશે. આ રીતે જિલ્લા પ્રમુખ બનાવવાની કવાયત પણ હાથ
ધરાશે.
આ ઉપરાંત કોંગ્રેસ તેના કાર્યકરોને ટ્રેઈન કરી રહી છે. આ ટ્રેઈનિંગ વર્કશોપમાં વિધાયક દળના નેતા, પ્રદેશ પ્રમુખ હાજર રહી કાર્યકરોને યુપીએ સરકારે કરેલા કામ અને હાલની સરકારની ખામીઓ જણાવાય છે. આ માટે કોંગ્રેસે અલગ વિભાગ બનાવ્યો છે. કેમકે છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસે કોઈ ટ્રેનિંગ કેમ્પ કર્યો નહતો પરંતુ હવે પક્ષને મજબૂત કરવા તેની જરૂર ઉભી થઈ છે. કોંગ્રેસ સારી રીતે જાણે છે કે આગામી ચૂંટણી માટે દલિત અને પછાત વર્ગના મતદારો ખૂબ મહત્વના છે. એટલે દલિત અને પછાત વર્ગો પર કોંગ્રેસ ફોકસ કરી રહી છે.