Main Menu

ભાજપને ઝટકો,સુપ્રિમે પં.બંગાળ ચૂંટણીપંચ કમિશન સમક્ષ રજૂઆત કરવાની છૂટ આપી

સુપ્રિમ કોર્ટે પં.બંગાળ પંચાયત ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો
ન્યુ દિલ્હી/કોલકાત્તા,તા.૯
સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ પંચાયત ચુંટણીમાં નામાંકન ભરવાની છેલ્લી તારીખ આગળ વધારવાથી ઇન્કાર કરતા કÌšં છે કે તે ઇલેક્શન પ્રોસેસમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. કોર્ટે બધા ઉમેદવારને આ મામલામાં રાહત આપવા માટે પશ્ચિમ બંગાળ ઇલેક્શન કમિશનમાં જવાની આઝાદી આપી છે. ન્યાયમૂર્તિ આર. કે.
અગ્રવાલ અને ન્યાયમૂર્તિ એ.એમ. સપ્રેની બેન્ચે કÌš, અમે ચુંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ નથી કર્યો, પરંતુ બધા ઉમેદવારને જરૂરી રાહત આપવા માટે રાજ્ય ઇલેક્શન કમિશન જવાની છૂટી આપી છે. ભાજપે છ માર્ચના રોજ કોર્ટને કÌš હતુ કે પશ્ચિમ બંગાળમાં ‘લોકશાહીની હત્યા’ કરવામાં આવી રહી છે કારણ કે શાસક
તૃણમૂલ કાંગ્રેસ મોટાભાગની ચુંટણી હિંસામાં સામેલ છે અને આગામી પંચાયત ઇલેક્શન માટે વિપક્ષ ઉમેદવારને નામાંકન નોંધાવવા માટે અડચણો ઉભી કરી રÌšં છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે પશ્ચિમ બંગાળ રાજ્ય ઇલેક્શન કમિશન દ્વારા નિયુક્ત સહાયક પંચાયત ચુંટણી નોંધણી અધિકારી બીજેપી ઉમેદવારના
નામાંકનના ફાર્મ આપવાથી ઇન્કાર કરી રહ્યા છે.
પશ્ચિમ બંગાળ બીજેપીએ નામાંકન પત્ર આૅનલાઇન ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી હતી. રાજ્યમાં પંચાયત ઇલેક્શન એક, ત્રણ અને પાંચ મેના રોજ યોજાશે. ઇલેક્શનનું પરિણામ ૮ મેના રોજ જાહેર કરવામાં આવશે. ભાજપે હિંસા વગર ઇલેક્શન યોજાય તે માટે સુપ્રીમ કોર્ટ પાસે મદદ માંગી હતી. ભાજપે ઇલેક્શન
દરમિયાન સેન્ટ્રલ ફાર્સની પણ માંગણી કરી હતી. બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે જણાવ્યું હતું કે ભાજપના આઇટી સેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ફેર અને હિંસા ફ્રી ઇલેક્શન કરવાની માંગણી કરી હતી. તેમણે કÌš કે મમતા બેનર્જીએ કÌš હતું કે તે વિપક્ષ મુક્ત ઇલેક્શન ઇચ્છે છે. આ જ કારણ છે કે
તેમની પાર્ટીના લોકો વિપક્ષ પર હુમલા કરી રહ્યા છે.