Main Menu

સ્મૃતિ ઇરાનીએ ફરી બાફ્યું.!!, જીવીત સેશાનને શ્રધ્ધાંજલિ આપી દીધી!

ન્યુ દિલ્હી,તા.૯
ભાજપના નેતાઓની મજા જ એવી છે કે ૨૦૧૪ની ચૂંટણી જીતવા માટે પત્રકારો અને માધ્યમોના માલિકોના પગે લાગતા હતા. હવે સત્તા મળી ગઈ તો ગામભરનું ડાહપણ તેમને સુજી રÌšં છે. પત્રકારો ફેક ન્યૂઝ આપે છે તેવા આરોપ હેઠળ કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ફેક ન્યૂઝ આપનાર
પત્રકારોને સજા કરવાની દરખાસ્ત મુકી હતી, જા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરત સ્મૃતિ ઈરાનીના બાલીશ નિર્ણય ઉપર રોક લગાવી દીધી હતી. ૨૦૧૪ સુધી જે સમાચારો પ્રસિધ્ધ થતા હતા તે બધા જ સમાચાર સાચા નહીં હોવા છતાં સ્મૃતિ ઈરાનીને સાચા લાગતા હતા, પણ કેન્દ્રીય મંત્રી થયા પછી તેમનો જુનો મત
બદલાઈ ગયો હતો.
તેમની મોદી દ્વારા નામંજુર થયેલી દરખાસ્ત પ્રમાણે તેઓ પત્રકારોને મળતુ એક્રેડીટેશન કાર્ડ રદ કરવા માગતા હતા, પણ પત્રકારો ઉપર ફેક ન્યૂઝનો આરોપ મુકનાર મંત્રી ઈરાનીએ રવિવારે જ ફેક ન્યૂઝ જાહેર કર્યા હતા. રવિવારના રોજ એક અફવા શરૂ થઈ હતી કે દેશના પુર્વ ચૂંટણી કમિશનર ટી એન સેશાનનું
અવસાન થયુ છે. મંત્રી ઈરાની પાસે આખુ તંત્ર હાજર હોવા છતાં તેમણે સેશાનના અવસાનના સમાચાર સાચા છે કે ખોટા તેની તપાસ કર્યા વગર ટ્‌વીટ કરી ટી એન સેશાનને શ્રધ્ધાંજલી આપી દીધી હતી. સામાન્ય માણસ ભુલ કરે તો હજી સમજી શકાય પણ પત્રકારોને ડાહપણ શિખવાડતા ઈરાની જેમની પાસે કેન્દ્રીય
અધિકારીઓની ટીમ છે, છતાં તેમણે જીવીત સેશાને શ્રધ્ધાંજલિ આપી દીધી.
જા કે સ્મૃતિના ટ્‌વીટની તરત મજાક શરૂ થઈ કારણ તેઓ પહેલા કેન્દ્રીય મંત્રી છે જેઓ જીવીત વ્યકિતને શ્રધ્ધાંજલી આપી રહ્યા હતા. કોઈ દ્વારા સ્મૃતિનું ધ્યાન દોરવામાં આવતા તેમણે ટ્‌વીટ ડીલીટ કરી નાખી હતી.(Next News) »