Main Menu

ભાવનગરની 31ર ગ્રામ પંચાયતો માટે પ,0ર,9પ1 મતદાતા

ભાવનગર
રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની અંદાજિત 10,138 ઉપરાંતની ગ્રામ પંચાયતોની સામાન્‍ય તથા મપ્રયસત્ર, પેટા ચૂટણીની જાહેરાત કરાઈ છે. જેમાં ભાવનગર જિલ્લાની 31ર ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી યોજાશે. જિલ્લામાં કુલ પ,0ર,9પ1 મતદાતાઓ મતદાન કરશે. ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે તે મુજબ ઉમેદવારીપત્રો રજૂ કરવાની છેલ્લી તા. 10 ડીસેમ્‍બર, ર016, ઉમેદવારીપત્રો ચકાસણીની તા. 1ર ડિસેમ્‍બર, ઉમેદવારીપત્ર પરત ખેચવાની તા. 14 ડિસેમ્‍બર અને મતદાનની તારીખ અને સમય તા. ર7 ડિસેમ્‍બરે સવારના 8 વાગ્‍યાથી સાંજના પ વાગ્‍યા સુધી. જરૂર જણાયે ફેર મતદાન તા. ર8 ડિસેમ્‍બરે યોજાશે. મતગણતરી તા. ર9 ડિસેમ્‍બરે થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાની 31ર ગ્રામપંચાયતો તથા ર680 વોર્ડ સભ્‍યોની બેઠકો કે જયાં નિયત સમય મર્યાદા પૂર્ણ થતાં ચૂંટણીઓ યોજાશે. તા. ર7 ડિસેમ્‍બરના રોજ કુલ ર80 વોર્ડમાં 89પ મતદાન મથકો પર મતપત્રકોથી મતદાન થશે. તા.ર9 ડિસેમ્‍બરના રોજ તાલુકા મથકોએ મતગણતરી કરાશે. મતદાતાની વિગતો જોઈએ તો પુરૂષ મતદાતા ર,6પ,પપ7 છે જયારે સ્ત્રી મતદાતા ર,37,394 છે તો કુલ મતદાતા પ,0ર,9પ1 છે. આ ચૂંટણીમાં મતદાન સમયેમતદારે ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલ ઓળખ કાર્ડ રજૂકરવાનું રહેશે.મતદારોએ તેમનો મત મતપત્ર પર એરોક્રોસ માર્ક સિક્કાથી નોધવાનો રહેશે. ગુજરાત હાઈકોર્ટના તા. 30-10-ર01પના આદેશ અનુસાર નોટાનો અમલ કરાશે. અગાઉ લોકસભા, વિધાનસભા અને કોર્પોરેશનની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ થયો હતો અને હવે ગ્રામ પંચાયતમાં નોટાનો ઉપયોગ થશે.