Main Menu

વિકાસ કામોમાં વિલબંથી નાણાનો દુર ઉપયોગ થયાના વિપક્ષના આક્ષેપો

મહાનગર પાલિકા જનરલ બોર્ડ બેઠક મેયર નિમુબેન બાંભણીયાના અધ્યક્ષ પદે મળેલ આ બોર્ડ બેઠકમાં આર્થિક તબીબી સહાય અને નામકરણ સહિતા તુમારો સર્વાનુમતે પાસ થયા હતા.
બોર્ડ બેઠકમાં સ્ટે.કમિટી ચેરમેન સુરેશભાઈ ધાંધ્લયા, પુર્વ કમિટી ચેરમેન અભયસિંહ ચૌહાણ, કમિ.કોઠારી, ડે.કમિ.મોદી, ડે.રાણા, શાસક પાર્ટી નેતા યુવરાજસિંહ ગોહિલ, દંડક રાજુભાઈ રાબડીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. બોર્ડ બેઠકની શરૂઆતે પ્રશ્નોતરી દરમ્યાન રહિમ કુરેશીએ લીઝ હોલ્ડર પ્લોટ, હેતુફેરનો મુદ્દો ઉઠાવી તેની વિવિધ પાસા તળે  રજુઆતો કરી હતી આ અંગે તંત્ર દ્વારા વિભાગીય અધિ. વિક્રમસિંહ ગોહિલે જવાબો દિધા હતા, આ ચર્ચામાં અભયસિંહ ચૌહાણ, અરવિંદ પરમાર, પારૂલબેન ત્રિવેદી પણ જોડાયા હતા. ભરતભાઈ બુધેલીયાએ પીલગાર્ડન, ડિસ્પોઝલ પ્લાન્ટ, અને વિકાસના થઈ રહેલા પ્રોજેકટોમાં થતા વિકાસ કામોમાં વિલંબ નાણાના દુર ઉપયોગની વાતો રજુ કરેલ, તંત્ર દ્વારા વિપક્ષો દ્વારા ઉભા કરેલા વિવિધ મુદ્દે જવાબો દેવાયા હતા.
પારૂલબેન ત્રિવેદીએ બોર્ડમાં એવી રજુઆત કરી હતી કે મહિને એક બોર્ડ મળે અમારે જે કાંઈ રજુઆત કરવી હોય તે કરીએ છીએ પરંતુ તંત્ર દ્વારા અપાતા જવાબો સાચા અને ચોકકસ અપાય તેવો પ્રબંધ થવો જોવે, ઈકબાલ આરબે બોર્ડમાં એવી વાત  જણાવી અગાઉ હુસેનભાઈ હમદર્દ નગર પાલિકા અને કોર્પોરેશનના સંનિષ્ઠ લોક પ્રતિનિધી હતા, તેના કામ સાથે ભલવાડા સર્કલને જોડી ભીલવાડા સર્કલને હુસેનભાઈ હમદર્દ સર્કલ આપવા માંગણી કરેલ આ માંગણી વર્ષો જુની છે, તેનો સ્વીકાર કરવા બોર્ડને રહિમ કુરેશીએ પણ અપિલ કરેલ. વિપક્ષના કેટલાંક સભ્યોએ કારોબારી કમિટીમાંથી રાજીનામુ દેનાર ભાજપના કુમાર શાહની વાતો વખતો વખત આદરી તેના કારણો પુછેલ.
મળેલ બોર્ડ બેઠકમં વિપક્ષો દ્વારા શાસકોની કામગીરી સામે રોષ વ્યકત કરવા દેકારો કર્યો હતો પરંતુ મેયર નિમુબેન બાંભણીયાએ સેવા સદન પ્રજાકિય કામો માટે સજાગ હોવાની અને વિકાસના કામો થઈ રહ્યાની વાત કરી વિકાસના કામો ઝડપભેર થઈ રહ્યાનો સંતોષ વ્યકત કરી તંત્રને આવા મુદ્દે વારંવાર તાકિદ કર્યાની બોર્ડને જણાવ્યું હતુ. બોર્ડ રાબેતા મુજબ સરળ રહ્યુ હતુ.