Main Menu

નેસડા ગામેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

સિહોર પોલીસે નેસડા ગામેથી રહેણાંકી મકાનમાં દરોડો પાડી પર પ્રાંતિય શરાબના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
સિહોર પો.સ્ટે.ના પી.એસ.આઈ. એસ.વાય.ઝાલા તથા સ્ટાફને મળેલી પુર્વ બાતમી આધારે નેસડા ગામે રહેતા કોળી અશોક બાબુભાઈના રહેણાંકી મકાનમાં દરોડો પાડી પરપ્રાંતિય બનાવટની શારબના ચપ્ટા નં. ૧૧પ કિ.રૂા. ૧૧,પ૦૦ સાથે આરોપી અશોકની ધરપકડ કરી પ્રોહિબિશન એકટ તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.