રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે આજે એલએન્ડટીના આર્મર્ડ સીસ્ટમ કોમ્પ્લેક્સ (એએસસી)માંથી ૫૧મી વજ્ર-ટી ગનને લીલી ઝંડી આપી હતી. કે-૯ વજ્ર-ટી પ્રોગ્રામમાં પ્રથમ ૫૦ ગનની નિયત સમયમર્યાદા અગાઉ ડિલિવરી કરવાનાં ટ્રેક રેકોર્ડને જાળવી રાખીને ૫૧મી ગનને કરારબદ્ધ ડિલિવરી તારીખના મહિનાઓ અગાઉ રવાના કરવામાં આવી હતી, જે એલએન્ડટી ડિફેન્સની ટેકનિકલ ક્ષમતા, કોમ્પ્લેક્સ સિસ્ટમ ઇન્ટિગ્રેશન સ્કિલ્સ, આયોજનની ક્ષમતા… Continue reading રાજનાથે ૫૧મી કે-૯ વજ્ર-ટી ગનને લીલીઝંડી આપી
Category: GUJARAT
પેટ્રોલિયમ ઉત્પાદન જાળવણી તેમજ સંરક્ષણ જરૂરી ઃ દેવવ્રત
ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના નિર્દેશો મુજબ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ., હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને ગેઈલ (ઈન્ડિયા) લિ. જનતામાં ઓઈલ અને ગેસની જાળવણીને પ્રોત્સાહન આપવા માટે પીસીઆરએ (પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસીએશન)ના સહયોગમાં ૧૬.૦૧.૨૦૨૦થી ૧૫.૦૨.૨૦૨૦ સુધી રાષ્ટ્રવ્યાપી સંરક્ષણ ક્ષમતા મહોત્સવ (સક્ષમ) ૨૦૨૦ની ઉજવણી હાથ ધરવામાં આવી છે. ઈન્ડિયન… Continue reading પેટ્રોલિયમ ઉત્પાદન જાળવણી તેમજ સંરક્ષણ જરૂરી ઃ દેવવ્રત
દક્ષિણ ગુજરાતના લાભાર્થીને જુદી જુદી સહાયનું વિતરણ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ઐતિહાસિક ભૂમિ બારડોલીના મહૂવાથી દક્ષિણ ગુજરાત પ્રદેશના ૧૦ હજારથી વધુ વનબંધુ-અંત્યોદય લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના રૂ. ૧૪૦ કરોડના લાભ-સહાયનું ઘરઆંગણે વિતરણ કરતાં અંત્યોદય વિકાસની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, નયા ભારતના નિર્માણમાં લીડ લઇ રહેલું ગુજરાત છેવાડાના ગરીબ, વંચિત, વનબંધુ અને અંત્યોદયના… Continue reading દક્ષિણ ગુજરાતના લાભાર્થીને જુદી જુદી સહાયનું વિતરણ
પીએસઆઇ ચાવડા સાપરાધ મનુષ્ય વધ ગુના સાથે સસ્પેન્ડ
રાજકોટ શહેરના એસ.ટી.બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં ગઇકાલે પીએસઆઇ પી.પી.ચાવડાની રિવોલ્વરમાંથી ફાયરિંગ થતાં તેને મળવા આવેલા સ્પા સંચાલક હિમાંશુ ગોહેલ નામના યુવકનું મોત નીપજ્યું હતું. ક્રિકેટ મેચની ટિકિટ ખરીદવા માટે સ્પા સંચાલકને બોલાવ્યાનું અને સર્વિસ રિવોલ્વર નવા કવરમાં નાખતી વખતે ફાયર થઇ ગયાનું ફોજદારે રટણ રટ્યું હતું. સ્પાના ધંધામાં ભાગીદારી મુદ્દે હત્યા થયાનો પરિવારજનોએ આક્ષેપ… Continue reading પીએસઆઇ ચાવડા સાપરાધ મનુષ્ય વધ ગુના સાથે સસ્પેન્ડ
ગુજરાતના તમામ પૂર્વ ધારાસભ્યોએ રૂપાણી સરકાર સામે ચડાવી બાયો
એક્સ એમએલએ કાઉન્સિલ ગુજરાતના ચેરમેન બાબુભાઇ મેઘજી શાહે જાહેરાત કરી છે કે, આગામી ૨૭ જાન્યુઆરીના રોજ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતીક ઉપવાસ કરવામાં આવશે. તેમની મુખ્ય માંગ છે કે, ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળવું જોઈએ. ગુજરાતના ૧૦૦થી વધુ પૂર્વ ધારાસભ્યોની આર્થિક સ્થિતિ દયનિય છે, ત્યારે તેમને જીવન નિર્વાણ માટે માનદ ભથ્થું આપવું જોઈએ. એટલું જ નહીં… Continue reading ગુજરાતના તમામ પૂર્વ ધારાસભ્યોએ રૂપાણી સરકાર સામે ચડાવી બાયો
સુભાષબ્રિજમાં ગંદકી બદલ બે કોમ્પ્લેક્ષની ૧૦૦ દુકાનો સીલ
સ્વચ્છતા મામલે અમદાવાદ દેશભરમાં છઠ્ઠા નંબર રહ્યું હોવાથી સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનું સોલીડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ હરકતમાં આવી ગયું છે. ઉત્તરાયણના બીજા દિવસથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટની અલગ-અલગ ટીમોએ તપાસ હાથ ધરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આજે સુભાષબ્રિજ પાસે આવેલા નંદનવન કોમ્પ્લેક્સ અને કાવેરી કોમ્પ્લેક્સમાં પુષ્કળ ગંદકી કરવા… Continue reading સુભાષબ્રિજમાં ગંદકી બદલ બે કોમ્પ્લેક્ષની ૧૦૦ દુકાનો સીલ
કેબિનેટ મંત્રી રાદડિયા અને ટોલ કર્મીઓ વચ્ચે માથાકૂટ
ગોંડલના રાજકોટ-સોમનાથ નેશનલ હાઇવે પર આવેલા ભરૂડી ટોલનાકા પર કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ટોલ કર્મચારીઓ વચ્ચે માથાકૂટ થઇ હતી. ભરૂડી ટોલ પ્લાઝા પર કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાએ ટોલ કર્મચારીઓને લાંબી લાઇન ક્લિયર કરાવવા માટે ટકોર કરી હતી. જેના કારણે માથાકુટ થઇ હતી. આ બબાલને લઇ સમગ્ર મામલો ગરમાયો હતો. ભરૂડી ટોલનાકા પર કેબિનેટ મંત્રી… Continue reading કેબિનેટ મંત્રી રાદડિયા અને ટોલ કર્મીઓ વચ્ચે માથાકૂટ
ગુજરાતમાં છેલ્લા પ વર્ષમાં દુષ્કર્મની ૧૩૧ ઘટના બની
ગુજરાતમાં વર્તમાન ભાજપ સરકારના શાસનમાં છેલ્લા ૫ વર્ષમાં સામૂહિક બળાત્કારની ૧૩૧ ઘટનાઓ બની છે. જેમાં અલગ અલગ પોલીસ કેસમાં ૫૦૦ આરોપીઓ પકડાયા છે. જ્યારે ૧૮થી વધુ ગુનેગારો આજે પણ પોલીસ પક્કડથી દુર હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં બળાત્કારની સૌથી વધુ ૨૬ ઘટનાઓ સુરત ગ્રામ્યમાં નોંધાઇ છે. તો, સુરતમાં ૮ અને અમદાવાદ… Continue reading ગુજરાતમાં છેલ્લા પ વર્ષમાં દુષ્કર્મની ૧૩૧ ઘટના બની
પુત્રીને ગર્ભવતી બનાવી મોતને ઘાટ ઉતારનાર પિતાને મૃત્યુદંડ
સુરતમાં પોતાની ૧૪ વર્ષની સગી પુત્રીને દુષ્કર્મનો ભોગ બનાવી તેને ગર્ભવતી બનાવ્યા બાદ તેણીની કરપીણ હત્યા કરવાના ચકચારભર્યા કેસમાં સુરત સેશન્સ કોર્ટે આજે આરોપી પિતા ટુકના દાસને ફાંસીની આકરી સજા ફટકારતાં ભારે ચકચાર મચી ગઇ હતી. સુરતમાં છેલ્લા પાંચ મહિનામાં દુષ્કર્મ કેસમાં આ બીજી ફાંસીની સજા ફટકારવામાં આવી છે, તેને લઇ ભારે ચર્ચા ચાલી હતી.… Continue reading પુત્રીને ગર્ભવતી બનાવી મોતને ઘાટ ઉતારનાર પિતાને મૃત્યુદંડ
માં અંબાના પ્રાગટ્યદિવસે લાખો માઈભક્તો ઉમટ્યા
આજે પોષ સુદ પૂનમે મા અંબાનો પ્રાગટ્ય દિવસ હોઇ સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માંઇ ભકિતનો માહોલ છવાયો હતો. આજે વહેલી સવારે આઠ વાગ્યે ગબ્બર તળેટીથી માં અંબાની જ્યોત અંબાજી મંદિર લાવવામાં આવી હતી. સવારે સાડા આઠ વાગ્યે અંબાજી મંદિરની યજ્ઞશાળામાં મહાશક્તિ યજ્ઞનું આયોજન કરાયું હતું. ત્યારબાદ ૧૦-૦૦ વાગે અંબાજીના શક્તિદ્વારથી મહાઆરતી બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી… Continue reading માં અંબાના પ્રાગટ્યદિવસે લાખો માઈભક્તો ઉમટ્યા