છ જીલ્લામાંથી તડીપાર કરવામાં આવેલ ઇસમને હદપારી હુકમ ભંગ બદલ પકડી પાડતી ગઢડા પોલીસ સ્ટેશન ટીમ

            આગામી સમયમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ યોજાનાર હોય જે ચુંટણી અંતર્ગત આજરોજ તા.૨૩/૦૩/૨૦૧૯ ના રોજ ડી.જી.પી. દ્રારા ડે-નાઇટ કોમ્બીંગ ડ્રાઇવનુ આયોજન થયેલ હોય જે અંતર્ગત ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર  તથા બોટાદ પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતાની સુચના મુજબ વિભાગીય પોલીસ અધિકારી રાજદિપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શન હેઠળ ડ્રાઇવ અંતર્ગત ગઢડા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. ટી.એસ.રીઝવી તથા એ.એસ.આઇ. રાજદિપસિંહ ગોહીલ તથા હેડ કોન્સ. રામદેવસિંહ ચાવડા તથા પો.કોન્સ. કુલદિપસિંહ ખેર તથા પો.કોન્સ. અગરસંગભાઇ મકવાણા એ રીતેના સ્ટાફના માણસો ગઢડા પો.સ્ટે. વિસ્તારમાં કોમ્બીંગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી આધારે મ્હે.નાયબ કલેક્ટર બોટાદ ના હુકમથી બે વર્ષ માટે બોટાદ જીલ્લો તથા આજુબાજુના જીલ્લામાંથી તડીપર કરવામાં આવેલ ઇસમ રમુભા કરણુભા ગોહીલ ઉ.વ.૪૦ રહે.ઇશ્વરીયા ગામ તા.ગઢડા જી.બોટાદ વાળાને ઇશ્વરીયા ગામેથી પકડી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ હદપારી હુકમ ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
Attachments area