Suprabhat Saurashtra
Breaking News
આંતરરાષ્ટ્રીય ક્રાઈમ ગુજરાત તાજા સમાચાર બિઝનેસ મનોરંજન રમત ગમત રાજકીય રાષ્ટ્રીય રોજગાર સંપાદકીય

21 ફુટ ઉંચુ મહાશિવલીંગ: ભાવનગરમાં સૌપ્રથમવાર સવા બે લાખ પંચમુખી રૂદ્રાક્ષથી બનાવાયું 21 ફૂટ ઉંચું શિવલિંગ, ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું મુકાયું

ભાવનગર37 મિનિટ પહેલા

મહાશિવલિંગને બનાવતા 15 થી 20 દિવસનો સમય લાગ્યોઘરે ઘરેથી લોકો દ્વારા રુદ્રાક્ષની માળા બનાવવામાં આવી

ભાવનગર શહેરના ઈતીહાસમાં સૌ પ્રથમવાર સવા બે લાખ પંચમુખી રૂદ્રાક્ષના પારાનું 21 ફુટ ઉંચા મહા શિવલીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. બ્રહ્મ સેવા સંઘ ભાવનગરના ઉપક્રમે ગુરૂ પ્રેરણા, ગુરૂ આજ્ઞા, ગુરૂ પથદર્શનથી સંસ્થાના પ્રણેતા શિવકુમાર એસ. રાવલ દ્વારા આગામી મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શહેરની મધ્યમાં આવેલા જવાહર મેદાનમાં પંચમુખી રૂદ્રાક્ષના નવા બે લાખ પારાથી 21 ફુટ ઉંચુ “મહાશિવલીંગ” બનાવવામાં આવ્યું છે.

શહેરના જવાહર મેદાન ખાતે મહાશિવરાત્રીને લઈ વિશાળ મહાશિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. તેની વિશેષતા એ છે કે 21 ફૂટ ઉંચું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. સાડા 31 ફૂટનો ઘેરાવો સાથે બનાવવામાં આવી છે. આ શિવલિંગને બનતા 15 થી 20 દિવસનો સમય લાગ્યો છે. આ શિવલિંગ માટે ઘરે ઘરે રુદ્રાક્ષની માળા બનાવવામાં આવી હતી, અને ઘણા લોકોના સાથ સહકારથી આ કાર્ય કરવામાં આવ્યું છે.

ભાવનગર શહેરમાં સૌ પ્રથમવાર આયોજીત આ પ્રકારના ભવ્ય શિવલીંગ બનાવવામાં આવ્યું છે. ગુજરાતના સુપ્રસિદ્ધ સંતો, મહંતો, રાજકીય, સામાજિક, શૈક્ષણિક આગેવાનોની ઉપસ્થિતીમાં તા.23ને ગુરુવારના રોજ બપોરે પૂજા અર્ચના કરી અને સાંજે 7:30 આસપાસ મહાઆરતીથી આ શિવલીંગ લોકોના દર્શનાર્થે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ મહાશિવલીંગના દર્શન વંદન કરવા માટે શહેરના નગરજનો અને ભાવિક ભક્તોને માટે આજે સવાર ના 9 થી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે તો દર્શનનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

संबंधित पोस्ट

સાસરીયાનો ત્રાસ: અમદાવાદમાં પતિએ પત્નીની જાણ બહાર બીજા લગ્ન કરી લીધા, ડિવોર્સ ન મળતા જાનથી મારી નાખવાની ધમકી આપી

Admin

કન્યાઓનો સર્વાંગી વિકાસ, તેમનાં શિક્ષણના અભિગમમાં પરિવર્તન અને લગ્ન વયમર્યાદામાં વધારો મહિલા સશક્તિકરણ લાવશે”

suprabhatsaurashtra

કચ્છમાં મોટા ચેકડેમો, હાઈડ્રોલીક સ્ટ્રક્ચરો બનશે

suprabhatsaurashtra

હત્યાનો હચમચાવી નાખતો બનાવ: મેઘરજના બીટી છાપરામાં પતિ કમરમાં ડાયનામાઈટ વીંટાળી પત્નીને ભેંટી પડ્યો, ધડાકાભેર બ્લાસ્ટ થતા બંનેના મોત

Admin

ત્રણ વર્ષથી નમો ટેબ્લેટની રાહ: નવસારીની સરકારી કોલેજોમાં અભ્યાસ કરતા 700 છાત્રો પાસેથી 1000 રૂપિયા વસૂલ્યા બાદ પણ ટેબ્લેટ ન અપાતા રોષ

Admin

જીતુ વાઘાણીનું વેધક નિવેદન: ‘ગુજરાતનો સૌથી મોટો ગરીબ કલ્યાણ મેળો રાજકોટમાં થયો, સરકારી યોજના કાગળ ઉપર નથી રહી’

Admin