



વડોદરા24 મિનિટ પહેલાલેખક: મેહુલ ચૌહાણ
વિદ્યાર્થીઓએ એરપોર્ટ પર ચેકઇન કર્યા બાદ રનવે પર બ્લાસ્ટ થયા16 કલાકની મુસાફરી કરી 700 કિલોમીટર દૂર પરત ફર્યા
યુક્રેન પર રશિયાએ હુમલો કરતા ગુજરાતના સહિતના ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં અટવાઇ ગયાં છે. ગુજરાતના વિદ્યાર્થીઓ ભારત પરત ફરવા એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે જ રશિયન આર્મીના ડ્રોન વિમાનોએ બોમ્બમારો કર્યો હતો. ત્યારે પહેલા તો વિદ્યાર્થીઓને લાગ્યું કે કોઇ મોટો ભૂકંપ આવ્યો છે. પરંતુ, તુરંત તેમને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા મેટ્રો ટ્રેનની ટનલમાં આસરો લેવો પડ્યો હતો. છેવટે 16 કલાકની મુસાફરી કરીને વિદ્યાર્થીઓ 700 કિમી દૂર હોસ્ટેલમાં પરત ફર્યા હતા.
એરપોર્ટ પર ચેકઇન કર્યું, ત્યારે રનવે બ્લાસ્ટ થયોયુક્રેનમાં MBBSનો અભ્યાસ કરવા ગયેલા મૂળ સુરેન્દ્રનગરના અને હાલ મુંબઇ રહેતા પ્રેમલભાઇ શાહે દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે, તેમનો પુત્ર દેવ વડોદરાના વિદ્યાર્થીઓની સાથે યુક્રેનમાં અભ્યાસ કરવા માટે ગયો હતો. ગઇકાલે દેવ અને તેની સાથેના વિદ્યાર્થીઓ ભારત પરત ફરવા રાત્રે 2 વાગ્યે એરપોર્ટ પહોંચ્યા હતાં. સવારે તેઓ એરપોર્ટ પર ચેકઇન કર્યું ત્યારે રનવે પર બ્લાસ્ટ થયા. જેથી બધે જ ધુમાડો ફેલાઇ ગયો અને જાણે ભૂકંપ આવ્યો હોય તેમ લાગ્યું. પછી ખબર પડી કે બ્લાસ્ટ થયા છે. પછી તુરંત તેઓ બધાને સુરક્ષિત બહાર કાઢ્યા હતાં.
વિદ્યાર્થી દેવ શાહના પિતા પ્રેમલભાઇ શાહે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી
મેટ્રોની ટનલમાં 2 કલાક બેસી રહ્યાવિદ્યાર્થીઓને એક મેટ્રોસ્ટેશનની ટનલમાં સુરક્ષિત રખાયા અને બે કલાક સુધી તેમને ત્યાં બેસાડી રખાયા બાદમાં તેમને એવું કહેવામાં આવ્યું કે મેટ્રોમાં બેસીને બે-ત્રણ સ્ટેશન દૂર આવી જાવ. ત્યાંથી બસ તમને પીકઅપ કરશે અને પરત હોસ્ટેલ લઇ આવશે. હોસ્ટેલ એરપોર્ટથી 700 કિલોમીટર દૂર છે. આ અંતર કાપવામાં સામાન્ય દિવસોમાં દસ કલાક જેટલો સમય લાગતો હતો. પરંતુ યુદ્ધની સ્થિતિને કારણે લોકો વેસ્ટર્ન યુક્રેન તરફ આવતા હોવાથી ટ્રાફિકજામ હોવાથી 16 કલાક જેટલો સમય થઇ ગયો છે. વિદ્યાર્થીઓ ભારત આવવાના હોવાથી તેમની પાસે નાસ્ત હતો અને પરત ફરતા જ્યાં વ્યવસ્થા થઇ ત્યાં તેઓને નાસ્તો-પાણી આપવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓએ એરપોર્ટ પર ચેકઇન કર્યા બાદ રનવે પર બ્લાસ્ટ થયા હતા
અઢી મહિના પહેલા જ પુત્ર ભણવા ગયોમૂળ સુરેન્દ્રનગરના વિદ્યાર્થી મહાવીરસિંહ પરમારના પિતાએ કિરિટસિંહે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ એરપોર્ટ પર હતાં ત્યારે કિવમાં હુમલો થયો હતો. હાલ તેમની પાસે બે દિવસ સુધી ચાલે તેટલું ભોજન છે. ત્યાર બાદ મુશ્કેલી પડી શકે છે. મારો પુત્ર છેલ્લા અઢી મહિનાથી યુક્રેનમાં MBBSનો અભ્યાસ કરવા માટે ગયો હતો.
16 કલાકની મુસાફરી કરી 700 કિલોમીટર દૂર પરત ફર્યા
ફલાઇટ કેન્સલ થઇ જતા વિદ્યાર્થીઓ અટવાઇ ગયાવડોદરાના 300 કરતાં વધારે વિદ્યાર્થી અત્યારે યુક્રેનના વિવિધ શહેરોમાં ફસાયેલા છે. તેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ મેડિકલના છે. યુક્રેનની રાજધાની કીવ ખાતેથી વિદ્યાર્થીઓ ફલાઇટ પકડવાના હતા જોકે ફલાઇટ કેન્સલ થઇ જતા વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે.જેના પગલે તેમના વાલીઓ ચિંતિત છે. હવે તેમના સંતાનોને પરત કેવી રીતે લાવવા તેના માટે તેઓ દોડધામ કરી રહ્યાં છે. વાલીઓ, એજન્ટ અને એમ્બેસીનો સંપર્ક કરીને તેમના સંતાનો વહેલી તકે પરત આવે તેવા પ્રયાસો હાથ ધર્યા છે.
અન્ય સમાચારો પણ છે…