



ગોંડલએક કલાક પહેલા
કૉપી લિંક
પ્રતિકાતમક તસવીર.
બંને પરિવારે પોલીસમાં સામસામી મારામારીની ફરિયાદ નોંધાવી
ગોંડલ નજીક ગોમટામાં બે પરિવાર સામસામે લાકડી અનો ધાકા સાથે ઉતરી પડ્યા હતા. બંને પરિવાર વચ્ચે ધીંગાણુ થતા બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. ગંભીર ઈજા સાથે બંને વ્યક્તિને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ગોંડલ તાલુકા પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાપ્રાપ્ત વિગત મુજબ ગોમટામાં રહેતા કનૈયાભાઈ બોઘાભાઈ પરમાર ગત રોજ ઘરે હતા. ત્યારે વિજય અને પોપટ નામના શખસો ધસી આવ્યા હતા અને બોલાચાલી કરીને લાકડી અને ધોકાથી ફટકારવા લાગતા શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઈ છે.
સામાપક્ષે વિક્રમભાઈ કાછડિયાએ ફરિયાદ નોંધાવીજ્યારે સામા પક્ષે વિક્રમભાઈ પોપટભાઈ કાછડીયાને ઈજાગ્રસ્તના પરિવારના સભ્યો કાનજીએ તેના ઘરે ધસી જઈ લાકડી અને ધોકા વડે માર મારતા શરીરે ઈજા પહોંચી હતી. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતા તેના સ્ટાફે સામસામી મારામારી અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
(હિમાંશુ પુરોહિત, ગોંડલ)
અન્ય સમાચારો પણ છે…