Suprabhat Saurashtra
Breaking News
આંતરરાષ્ટ્રીય ક્રાઈમ ગુજરાત તાજા સમાચાર બિઝનેસ મનોરંજન રમત ગમત રાજકીય રાષ્ટ્રીય રોજગાર સંપાદકીય

યુક્રેનમાં ફસાયેલા સુરતના વિદ્યાર્થીઓમાં ડર: રાતે ઊંઘ નથી આવતી, હોસ્ટેલ મિલિટરી કેમ્પની નજીક હોવાથી બોમ્બ ધડાકાના અવાજથી જાગી જવાય છે

સુરતએક કલાક પહેલા

લોકો બહાર જતા નથીઃ વિદ્યાર્થિનીઓ.

મોલમાં એટલી ભીડ હતી કે કંઈ જ ખરીદી કર્યા વગર પરત આવવું પડ્યું: વિદ્યાર્થિનીસરકારે કહ્યું કે સ્થિતિ વધુ ખરાબ થશે તો બંકરમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે

યુક્રેનમાં અભ્યાસ કરતા સુરતના અનેક વિદ્યાર્થીઓ હવે જેમ જેમ દિવસ પસાર થઈ રહ્યા છે તેમ વધુને વધુ ભયના ઓથાર હેઠળ જીવન જીવવા મજબૂર થયા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. શરૂઆતમાં એવી સ્થિતિ હતી કે રશિયા યૂક્રેન ઉપર હુમલો નહીં કરશે વાતચીતથી સમાધાન થઈ જશે પરંતુ છેલ્લા 48 કલાકમાં સ્થિતિ બદલાઈ ગઈ છે. સુરતથી મેડીકલ અને એન્જિનિયરિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓની હવે મુશ્કેલીઓ વધી રહી છે. સુરતની વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, રાતે ઊંઘ નથી આવતી, હોસ્ટેલ મિલિટરી કેમ્પની નજીક હોવાથી બોમ્બ ધડાકાના અવાજથી જાગી જવાય છે.

એટીએમમાંથી રૂપિયા પણ ઉપડી નથી રહ્યાસુરતથી યુક્રેનની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા ગયેલી મારિયા ડુમસિયા એમબીબીએસના 5મા વર્ષમાં છે. અત્યાર સુધીમાં તે દરેક વર્ષમાં યુનિવર્સિટી ટોપર રહી છે. મારિયાએ કહ્યું કે સુમી સ્ટેટમાં રહે છે તેની હોસ્ટેલ મિલિટરી બેઝની ખુબ જ નજીક છે. છેલ્લા 48 કલાકમાં સ્થિતિ ખૂબ જ વણસી છે અને મિલિટરી બેઝ ઉપર મોડી રાતે હુમલા થઈ રહ્યા છે તેના અવાજથી અમે જાગી જઈએ છે. અહીંના વહીવટીતંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે કામ વગર ઘરની બહાર નીકળવું નહીં તેથી અમે લોકો બહાર જતા નથી. પરંતુ જ્યારે અમે મોલમાં ખરીદી કરવા માટે ગયા હતા ત્યારે ત્યાં ખૂબ જ લાંબી કતાર હતી ત્યાં પણ હવે ચીજવસ્તુઓ ખૂટી રહી છે. અમે જ્યારે પહોંચ્યા ત્યારે ખરીદી કર્યા વગર પરત ફર્યા હતા. ત્યારબાદ અમે એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા પરંતુ આ પ્રકારની જ પ્રકારની સ્થિતિ હતી. એક સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. તેને કારણે અમે ત્યાંથી પણ પરત ફર્યા હતા. જો વધુ હુમલા થશે અને રેસિડન્સ વિસ્તારની અંદર પણ જો બોમ્બ નાખવાની તૈયારી દેખાશે તો તમને બધાને બંકરમાં સુરક્ષિત કરી દેવાશે એવું અહીંના શાસન દ્વારા કહેવામાં આવ્યું છે.

હુમલા કરવાની શરૂઆત થતાની સાથે જ હવે વહીવટી તંત્ર પણ લાચાર થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.

હુમલા કરવાની શરૂઆત થતાની સાથે જ હવે વહીવટી તંત્ર પણ લાચાર થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.

વધારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છેકેવટ વાળિયાએ જણાવ્યું કે અત્યારે અમે એવી સ્થિતિમાં છે કે બહાર પણ નીકળી શકાતું નથી અને ચારેતરફ મિલિટરી ગોઠવી દેવામાં આવી છે. જેના કારણે વધારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત થતા હુમલાના કારણે હવે વહીવટીતંત્ર પણ સતર્ક થઇ ગયું છે પરંતુ હવે અમને નથી સમજાતું કે તમે કેવી રીતે બહાર નીકળ્યા કારણકે હવે સ્થિતિ વધુ યુદ્ધ જેવી થઈ રહી છે. હુમલાઓ વધી રહ્યા છે અને રેસિડેન્સ વિસ્તારની અંદર જો હુમલા થવાના શરૂ થાય અથવા તો ભૂલથી થઈ જાય તો પણ અમારા જીવ જોખમમાં આવી શકે છે. આવી સ્થિતિમાં અમને ઝડપથી સુરત લઈ જવામાં આવે તેવી અમે માગ કરી રહ્યા છે. શરૂઆતમાં એવું લાગતું હતું કે આટલી સ્થિતિ ગંભીર નહીં થાય અને યુનિવર્સિટીમાં પણ ઓફલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું હતું. યુનિવર્સિટીના સંચાલકોએ પણ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે ગભરાવાની સ્થિતિ નથી કઈ થવાનું નથી. આપણે યુનિવર્સિટીમાં અભ્યાસ પણ શરૂ રહેશે પરંતુ એકાએક રશિયા દ્વારા હુમલા કરવાની શરૂઆત થતાની સાથે જ હવે વહીવટી તંત્ર પણ લાચાર થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.

હવાઈ હુમલાથી આખું સ્ટેટ ધ્રુજી ગયુંમારિયાના માતા મુબીના ડુમસિયાએ કહ્યું કે મારિયા સાથે સંપર્કમાં છીએ. છેલ્લા 48 કલાકમાં સ્થિતિ વધારે વણસી રહી છે અને યુદ્ધના સમાચારો વહેતા થતાની સાથે જ બાળકો પણ ગભરાયા છે. મારિયા અને તેની સાથેના ગુજરાતના તેમજ અન્ય સ્ટેટના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમને એવું હતું કે સ્થિતિ સાધારણ રહેશે, કોઈ મુશ્કેલી નહીં થાય. પરંતુ છેલ્લા એક દિવસમાં રશિયા એક બાદ એક હવાઈ હુમલા કરવાનું શરૂ કરી દેતા આખું સ્ટેટ ધ્રુજી ગયું છે. વિદ્યાર્થીઓ અને હવે પોતાના સુરક્ષાની ચિંતા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે…

संबंधित पोस्ट

હત્યાનો હચમચાવી નાખતો બનાવ: મેઘરજના બીટી છાપરામાં પતિ કમરમાં ડાયનામાઈટ વીંટાળી પત્નીને ભેંટી પડ્યો, ધડાકાભેર બ્લાસ્ટ થતા બંનેના મોત

Admin

વિદ્યાર્થીના પિતાની વ્યથા: ‘ગુજરાતના વિદ્યાર્થીઓએ એરપોર્ટમાં ચેકઇન કર્યું ને રશિયાના ડ્રોન વિમાનોએ બોમ્બ મારો કર્યો, 16 કલાકની મુસાફરી કરીને 700 કિમી દૂર હોસ્ટેલમાં પરત ફર્યા’

Admin

ત્રણ વર્ષથી નમો ટેબ્લેટની રાહ: નવસારીની સરકારી કોલેજોમાં અભ્યાસ કરતા 700 છાત્રો પાસેથી 1000 રૂપિયા વસૂલ્યા બાદ પણ ટેબ્લેટ ન અપાતા રોષ

Admin

પરિવારોના જીવ તાળવે ચોંટ્યા: પાલનપુરનો યુવાન આજે પરત ફરે તે પહેલા યુક્રેનમાં અટવાયો, દીકરાની ચિંતામાં પિતાની આંખે શ્રાવણ-ભાદરવો વરસ્યો

Admin

અક્સામત: લીમખેડાના પાડલીયામાં બે બાઈક અથડાતાં શાળાએ જઈ રહેલા વિદ્યાર્થીનું મોત

Admin

યુક્રેનનાં ચેર્નિહિવ, સુકાચી, બુકા શહેરમાં ભારે તબાહી, ઘર સળગીને ખાખ થઈ ગયાં

suprabhatsaurashtra