Suprabhat Saurashtra
Breaking News
આંતરરાષ્ટ્રીય ક્રાઈમ ગુજરાત તાજા સમાચાર બિઝનેસ મનોરંજન રમત ગમત રાજકીય રાષ્ટ્રીય રોજગાર સંપાદકીય

લાંચિયા ઝડપાયા: સુરતમાં મીટર પેટી ફરીથી નાખવા 35 હજાર માગનારા નાયબ ઈજનેર,ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટ સહિત 3 રંગેહાથ પકડાયા

સુરતએક કલાક પહેલા

ત્રણ આરોપીઓને એસીબીએ ઝડપી લઈને ગુનો દાખલ કર્યો છે.

ACBએ પૂરાવા એકત્રિત કર્યા બાદ છટકું ગોઠવીને આરોપીઓને ઝડપી પાડ્યાં

સુરતના વરાછા યોગીચોક નજીકના સ્વસ્તિક પ્લાઝા શોપીંગ સેન્ટરમાં આવેલા અવધ મોબાઇલ દુકાનની સામેના રોડ ઉપરથી ACBએ DGVCLના બે કર્મચારીઓ સહિત 3 જણાને 35 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડયા હતા. મીટર પેટી ફરીથી નાખવા બાબતે લાંચ માગતા ACBમાં ફરિયાદ કરાઈ હતી. હાલ લાંચ લેતા ઝડપાયેલા ત્રણેયની તપાસ ચાલી રહી હોવાનું ACBએ જણાવ્યું છે.

35 હજારની લાંચ માગી હતીએન. પી. ગોહિલ (એસીપી, ACB સુરત)એ જણાવ્યું હતું કે, ફરીયાદીની ઓફિસમાં લાઇટબીલ ભરેલું ન હોવાથી DGVCL યોગીચોક સબ ડીવિઝન કચેરીના અધિકારીઓ ઓફીસમાંથી મીટર પેટી કાઢી ગયા હતા. જે મીટરપેટી ફરીથી લગાવી આપી અને લાઇટ ચાલુ કરી આપવા માટે વીજ કંપનીના નાયબ ઈજનેર સહિત ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટએ રૂપિયા 35 હજારની લાંચ માગી હોવાની ફરિયાદ મળી હતી.

પૂરાવા એકઠા કર્યા હતાACBએ ફરિયાદના આધારે હેતુલક્ષી વાતના રેકોર્ડિંગ પૂરાવા ભેગા કરી છટકું ગોઠવી ત્રણેય આરોપીઓને 24મીએ લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે લાંચની રકમ રિકવર કરી આગળની તપાસ હાથ ધરી છે. ટ્રેપીંગ અધિકારી તરીકે એસ.એન.દેસાઇ, પો.ઇન્સ., સુરત શહેર એસીબી પો.સ્ટે. તથા એસીબી સ્ટાફ અને સુપર વિઝન અધિકારી તરીકે એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી, સુરત એકમ એ કામગીરી હાથ ધરી હતી.

હેતુલક્ષી વાતના રેકોર્ડિંગ પૂરાવા ભેગા કરી છટકું ગોઠવીને ત્રણેયની સામે કાર્યવાહી હાથ ધરવી છે.

હેતુલક્ષી વાતના રેકોર્ડિંગ પૂરાવા ભેગા કરી છટકું ગોઠવીને ત્રણેયની સામે કાર્યવાહી હાથ ધરવી છે.

ઝડપાયેલા આરોપી(1) મિતેશકુમાર હરીશચંદ્ર પસ્તાગીયા, નાયબ ઇજનેર, વર્ગ-1, સબ ડીવીઝન, યોગીચોક, DGVCL,વરાછા સુરત(2) યોગેશભાઇ લીમજીભાઇ પટેલ, ઇલેકટ્રીકલ આસીસ્ટન્ટ, વર્ગ-3,સબ ડીવીઝન, યોગીચોક, વરાછા(3) વિજયભાઇ ભીખાભાઇ પરમાર ( ખાનગી વ્યકિત) રહે. સુરત,પર વિઝન અધિકારી તરીકે એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી, સુરત એકમએ કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

संबंधित पोस्ट

સરકાર પાસે મદદની માગ: યુક્રેનમાં MBBS કરી રહેલા ભાવનગરના 3 વિદ્યાર્થીઓ ફસાતા વાલીઓ ચિંતિત બન્યા

Admin

વળતર ચૂકવવા આદેશ: બાકરોલના વિમાધારકને મોતિયાના ઓપરેશન ખર્ચની પૂરી રકમ ચૂકવવા વીમા કંપનીને ગ્રાહક કોર્ટે હુકમ કર્યો

Admin

કચ્છમાં મોટા ચેકડેમો, હાઈડ્રોલીક સ્ટ્રક્ચરો બનશે

suprabhatsaurashtra

ચૂંટણીની અદાવતે અપહરણ કર્યુ: અંકલેશ્વરના જૂના શક્કરપોર ભાઠાના સરપંચ સહિત ત્રણ ઈસમોએ સભ્ય અને તેની પત્નીનું અપહરણ કર્યુ, માર મારી લૂંટ ચલાવતાં ફરિયાદ નોંધાઈ

Admin

ગુજરાતમાં ન્યૂઝરીચ લોકલ ન્યુઝ કોમ્યુનિટી પ્રોગ્રામના પ્રથમ તબક્કાનો પ્રારંભ,1 કરોડથી વધુની મદદ માટે તત્પર

Admin

જીતુ વાઘાણીનું વેધક નિવેદન: ‘ગુજરાતનો સૌથી મોટો ગરીબ કલ્યાણ મેળો રાજકોટમાં થયો, સરકારી યોજના કાગળ ઉપર નથી રહી’

Admin